ડિઝિટલ પેમેન્ટથી ખરીદી કરવા ઉપર જીએસટીમાં 2 ટકાની છૂટ આપવા વિચારણા

November 14, 2017 at 11:41 am


ડિઝિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવાના ઈરાદાથી સરકાર જીએસટીમાં છૂટ આપવા પર વિચાર કરી રહી છે. આ હેતુ અનુસાર કોઈ પણ વસ્તુ અથવા સેવાની ખરીદી પર ડિઝિટલ પેમેન્ટ કરવામાં આવશે તો લોકોને બે ટકાની રાહત મળશે. જો કે સરકારના ખજાના ઉપર આનો ખાસ્સો એવો ભાર પડશે. નાણા મંત્રાલયનું માનવું છે કે છૂટ દેવાથી વાર્ષિક 10થી 25 હજાર કરોડ પિયાનો બોજ પડી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે ડિઝિટલ પેમેન્ટ પર જીએસટીમાં બે ટકાની છૂટ (એક ટકા સીજીએસટી અને એક ટકા એસજીએસટી) આપવાનો એક પ્રસ્તાવ જીએસટી કાઉન્સીલને મોકલ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી અણ જેટલીની અધ્યક્ષતામાં કાઉન્સીલની 10 નવેમ્બરે ગૌહાટીમાં મળેલી બેઠકમાં એજન્ડામાં આ પ્રસ્તાવને સામેલ કરવામાં આવ્યો હતો. જો કે સમયનો અભાવ હોવાને પગલે આ વખતે ચચર્િ થઈ શકી નહોતી. આ પહેલાં કાઉન્સીલેની કમિટીએ 30 ઓક્ટોબરે વિચાર કર્યો હતો પરંતુ આ અંગે કોઈ સહમતિ સધાઈ શકી નહોતી. આમ કેન્દ્રના આ પ્રસ્તાવ પર નાણા મંત્રાલયના અધિકારીઓનો મત અલગ છે. તેની ચિંતા આ પ્રસ્તાવને પગલે થનારા મહેસૂલી નુકસાનને લઈને છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયનું અનુમાન છે કે ડિઝિટલ ચૂકવણા પર જો જીએસટીમાં બે ટકાની રાહત આપવામાં આવે તો સરકારના ખજાના ઉપર 10,800 કરોડ પિયાથી લઈને અંદાજે 26000 કરોડ પિયા સુધીની મહેસૂલ નુકસાની થઈ શકે છે. મંત્રાલયનું આ અનુમાન સુચના અને પ્રસારણ મંત્રાલયના આંકડા આધારિત છે. મંત્રાલયનું માનવું છે કે જો વર્ષ 2017-18માં કુલ લેવડ-દેવડની સંખ્યા 1800 કરોડ થઈ જાય અને લેવડ-દેવડની સરેરાશ રકમ 1500થી પિયાથી 1800 પિયા થઈ જાય તો ખજાના ઉપર 10,800 પિયાથી લઈને 26000 કરોડ પિયાની નુકસાની જશે.
ઉલ્લેખનીય છે કે ડિઝિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારે કાર્ડ, વોલેટ અને ઓનલાઈન ચૂકવણું કરવા પર જીએસટીમાં બે ટકાની છૂટનો પ્રસ્તાવ આપ્યો છે. પ્રત્યેક લેવડ-દેવડની છૂટ માત્ર 100 પિયાની હશે. જો કે આ સુવિધા કમ્પોઝીશન સ્કીમ હેઠલ રજિસ્ટર્ડ વ્યક્તિઓ માટે ઉપલબ્ધ નહીં હોય.

print

Comments

comments

VOTING POLL