ડિસેમ્બરમાં ભાવનગર તોલમાપ વિભાગે વસુલ કર્યા 7.30 લાખ

January 11, 2017 at 2:30 pm


2016ના અંતિમ માસ ડિસેમ્બર દરમિયાન ભાવનગરના તોલમાપ વિભાગે વેપારીઆેની દુકાને તપાસ કરી રૂા. 7.3ર લાખ જેવી વસુલાત કરી હતી, જેમાં જુદા જુદા એકમમાં વજન માપની તપાસ કરવામાં આવી હતી.

તોલમાપ વિભાગે ગત ડિસેમ્બર માસ દરમિયાન 1,434 વેપારીઆેના એકમ પર વજન માપની ચકાસણી કરી હતી અને રૃ. 7,13,પ00ની ફી વસુલી હતી, જયારે 36 વેપારીના એકમ પર અચાનક તપાસ કરી 19 હજારના દંડની વસુલાત કરી હતી.
કેટલાક શાકભાજી, કરીયાણાના વેપારીઆે વજન માપના મશીનમાં ચેડા કરી ગ્રાહકોને ચીજવસ્તુ આેછી આપી છેતરપીડી કરતા હોય છે, જેના પગલે વેપારીઆેને ફાયદો અને ગ્રાહકને નુકશાન થતુ હોય છે, આવા વેપારીઆે સામે તોલમાપ વિભાગ કાર્યવાહી કરી દંડ ફટકારતુ હોય છે ત્યારે આવા વેપારીઆેની ફરિયાદ ગ્રાહકોએ તોલમાપ વિભાગને કરવી જરૂરી બની રહે છે અને તોલમાપ વિભાગે કડક કાર્યવાહી કરી લોકોના હિતમાં વેપારીઆેને ખોટુ કરતા અટકાવવા જરૂરી છે.

print

Comments

comments

VOTING POLL