ડિસેમ્બરમાં 1000ની નવી નોટ બહાર પડશે

August 28, 2017 at 12:39 pm


ગત વર્ષે ૮મી નવેમ્બરે રૂા.૧૦૦૦ની નોટ ચલણમાંથી રદ્દ કરવામાં આવી હતી અને હવે રૂા.૧૦૦૦ની નવી નોટ આરબીઆઈ લાવી રહી છે. આ નવી નોટમાં નવા અને વધુ સિકયુરિટી ફિચર્સ હશે અને તેની નકલ કરવી આસાન નહીં હોય.
આરબીઆઈના વર્તુળોએ એવી માહિતી આપી છે કે ટૂંક સમયમાં જ સરકાર રૂા.૧૦૦૦ની નવી નોટનું છાપકામ શરૂ કરશે. અત્યારે ચલણમાં રૂા.૫૦૦ અને ૨૦૦૦ની નોટ છે અને વ્યવહાર કરવામાં લોકોને અને બેન્કોને ઘણી તકલીફ થઈ રહી છે માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂા.૧૦૦૦ની નવી નોટની ડિઝાઈન આપી દીધી છે અને ટૂંક સમયમાં તેનું છાપકામ શરૂ થઈ જશે.
૨૦૧૭ના ડિસેમ્બર સુધીમાં રૂા.૧૦૦૦ની આ નવી નોટ ચલણમાં આવી જશે તેમ આરબીઆઈના નજીકના વર્તુળોએ જણાવ્યું છે.
મૈસુર ખાતેના પ્રિન્ટીંગ પ્રેસમાં આ નવી નોટ છપાશે અને તેમાં સિકયુરિટીના ફિચર્સ વધારી દેવામાં આવ્યા છે. કોમનમેન અને નાના–નાના વેપારીઓને તકલીફ ન પડે તે માટે રિઝર્વ બેન્કે આ નિર્ણય લીધો હતો અને તેની દરખાસ્ત કેન્દ્ર સરકારે મંજૂર કરી હતી. રૂા.૫૦૦ અને રૂા.૨૦૦૦ની નોટથી વ્યવહાર ચલાવવો મુશ્કેલ બની ગયો છે અને લોકોમાંથી તથા વેપારી વર્ગમાંથી રૂા.૧૦૦૦ની નોટ માટેની જબરી ડિમાન્ડ છે માટે આ નિર્ણય લેવાયો છે.

print

Comments

comments

VOTING POLL