ડીન એલ્ગર 199 રને આઉટ થનારો વિશ્વનો 10મો બેટ્મસેન

September 30, 2017 at 11:30 am


સાઉથ આફ્રિકાનો ડીન એલ્ગર ગઈ કાલે બંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં 199 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. તેને મુસ્તાફિઝુર કેચઆઉટ કરાવ્યો હતો. એક રન માટે પ્રથમ ડબલ સેન્ચુરી ચૂકેલો એલ્ગર 199 રને વિકેટ ગુમાવનારો વિશ્ર્વનો 10મો અને સાઉથ આફ્રિકાનો પહેલો ખેલાડી છે. 1991માં શ્રીલંકા સામે કિવી પ્લેયર માર્ટિન ક્રો 299 રને આઉટ થયા હતા. સાઉથ આફ્રિકાએ ગઈ કાલે 3 વિકેટે 496ના ટોટલ પર દાવ ડિક્લેર કર્યો જેમાં અમલાના 137 અને માર્કરેમના 97 રનનો સમાવેશ હતો. બંગલાદેશે 127 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી.

print

Comments

comments

VOTING POLL