ડુમિયાણી ગામે પીપલ્સ વેલ્ફેર સોસાયટી દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી અને વાલી સંમેલનનું આયોજન

August 14, 2018 at 11:42 am


ઉપલેટા તાલુકાના નાના એવા ડુમિયાણી ગામે પૂર્વ મંત્રી સંચાલિત પીપલ્સ વેલ્ફેર સોસાયટી (વ્રજભૂમિ આશ્રમ) દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઆે, વાલીઆે અને આમ જનતામાં રાષ્ટ્રભાવના જાગે તેવા ઉદેશથી શાળામાં પ્રભાતફેરી, માર્ચ પરેડ, ધ્વજવંદન, વાલી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત આખો દિવસ કાર્યક્રમો યોજી રાષ્ટ્રીય પર્વની રંગારંગ ઉજવણી કરવામાં આવે છે.

આ અંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી બળવંત મણવરે જણાવેલ છે કે, અમારી સંસ્થા દ્વારા રાષ્ટરના યુવાનો વાલીઆે અને આમજનતામાં રાષ્ટ્રભાવના જાગે તે માટે વર્ષમાં બે વખત રાષ્ટ્રીય દિનની આખો દિવસ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવે છે. કાલે સવારે 6 વાગ્યે સમગ્ર સ્ટાફ વિદ્યાર્થીઆે દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલ છે. સવારે 8-30 કલાકે માર્ચ પરેડ ત્યારબાદ 8-45 કલાકે ગુજરાત સરકારના પૂર્વ સંયુકત સચિવ ડંકેશભાઈ આેઝાના હસ્તે ત્રિરંગાને સલામી આપવામાં આવશે. આ તકે મુખ્ય મહેમાન તરીકે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ખેતશીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

જયારે સવારે 10 કલાકે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ડી.એલ.ભાષાના પ્રમુખ સ્થાને વાલી સંમેલન યોજાશે. તેમાં ઉપલેટા કન્યા છાત્રાલયના પ્રમુખ શાંતીલાલ ચાંગેલા, રાજકોટ નેચરલ કલબના વી.ડી.બાલા, ઈવા આયુર્વેદ કોલેજ સુપેડીના પ્રિન્સીપાલ ગીરીરાજસિંહ ગોહિલ અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહેશે. બપોરે બાદ 2 વાગ્યે સંસ્થાના વિદ્યાર્થીઆે દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેનું દીપપ્રાગટય મામલતદાર કે.બી.સોલંકી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમને ખુલ્લાે મુકાશે. આ તકે સંસ્થ્ના ટ્રસ્ટી સવિતાબેન મણવર, ઉવશ}બેન પટેલ, કે.ડી.શિણોજીયા સહિતના ઉપસ્થિત રહેશે.

print

Comments

comments

VOTING POLL