ડૂબતા રાજવંશને બચાવવા રાહુલ ખોટા નિવેદન કરે છે

February 12, 2019 at 7:36 pm


કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ બ્લોગ લખીને કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર આજે પ્રહાર કર્યા હતા. જેટલીએ બ્લોગમાં લખ્યું છે કે, રાહુલ ગાંધી ડુબી રહેલા રાજવંશને બચાવવા માટે એક પછી એક જુઠ્ઠાણા ચલાવી રહ્યાા છે. તેમણે કહ્યું હતું કે, દુનિયાભરના મોટાભાગના લોકતંત્રમાં જે લોકો જુઠ્ઠાણાના ઇશારે આગળ વધવાના પ્રયાસ કરે છે તેઆે સામાજિક જીવનમાંથી ગાયબ થઇ જાય છે. જેટલીએ કહ્યું હતું કે, આમા કોઇ બેમત નથી કે, અમારા બદલાતા સામાજિક અને આ##352;થક ક્ષેત્રમાં ભારતમાં પણ આવી જ સ્થિતિ સજાૅશે. જેટલીએ કહ્યું હતું કે, આધુનિક દુનિયામાં જેટલા પણ રાજકીય વંશ રહેલા છે તેમની કેટલીક મર્યાદાઆે છે. આકાક્ષા ધરાવતા લોકો હવે આ પ્રકારની વ્યવસ્થાને પસંદ કરતા નથી. આજે લોકો જવાબદારી અને પરફોર્મન્સ ઉપર વિશ્વાસ રાખે છે. જેટલીએ કહ્યું હતું કે, આ ખુબ જ દુખદ બાબત છે કે, ભારતની સાૈથી જુની પાટીૅ એક વંશના સકંજામાં ફસાઈ ગી છે. તેમના નેતાઆેમાં એટલી હિંમત નથી કે, આ વંશને સાચી અને ખોટી બાબતાે અંગે પણ માહિતી આપી શકે. આ પરંપરાની શરૂઆત 1970માં થઇ હતી. નેતાઆેની નાેકરાવાળી માનસિકતાએ તેમને આ બાબત માટે રાજી કરી લીધા છે કે, તેમને માત્ર એક જ પરિવારના ગુણગાન કરવાના છે. આ વંશના લોકો જ્યારે ખોટુ નિવેદન કરે છે ત્યારે અન્ય નેતાઆે પણ આવા જ નિવેદન કરે છે. મહાગઠબંધનના સાથીઆેમાં પણ આ પ્રકારની બાબત જોવા મળી રહી છે. રાફેલ ડિલમાં જ્યાં જનતાના હજારો કરોડ રૂપિયા બચાવી લેવામાં આવ્યા છે ત્યારે મતદાન કરવાના હેતુસર દરરોજ ખોટા નિવેદન કરવામાં આવે છે. રાફેલના સંદર્ભમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા રિપાેર્ટને લઇને પણ ખોટી વાત ફેલાવામાં આવી છે. જેટલીએ કહ્યું હતું કે, રાફેલ મુદ્દે ખુબ જ પારદર્શકતા રાખવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL