ડેની ડેન્ઝોન્ગ્પાએ કાર છોડાવવા માટે રૂા.૨૯.૫ લાખ ભરવા પડ્યા

February 16, 2017 at 2:04 pm


ડેની ડેન્ઝોન્ગ્પાએ મહારાષ્ટ્રનો રોડ-ટેક્સ ન ભર્યો હોવાથી તેમને 29.5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ડેનીની રેન્જ રોવર કારમાં સિક્કિમનું રજિસ્ટ્રેશન હોવા છતાં તેઓ મહારાષ્ટ્રમાં કાર ચલાવી રહ્યા હોવાથી તેમને દંડ કરવામાં આવ્યો છે.
13 ફેબ્રુઆરીએ ય્વ્બ્ની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા તેમની કારને રોકવામાં આવી હતી અને તેમણે મહારાષ્ટ્રનો રોડ-ટેક્સ ન ભર્યો હોવાથી તેમની કારને જપ્ત કરી લેવામાં આવી હતી. ડેનીના ડ્રાઇવરે મંગળવારે અંધેરી ઑફિસમાં જઈ દંડ ભરીને કારને છોડાવી હતી.
નિયમ પ્રમાણે ઇમ્ર્પોટેડ કારના 20 ટકા રોડ-ટેક્સ તરીકે ભરવાના હોય છે. આ કારની કિંમતના 20 ટકા 24.23 લાખ રૂપિયા થયા હતા. આ રકમ પર વાર્ષિક વ્યાજ ગણવામાં આવતાં વ્યાજની રકમ 5.33 લાખ રૂપિયા થઈ હતી. તેથી ટોટલ 29.5 લાખ રૂપિયા ડેનીએ દંડ તરીકે ભરવા પડ્યા હતા.

print

Comments

comments

VOTING POLL