ડેબિટ કાર્ડ ધારકોને રિઝર્વ બેન્કે આપી રાહત

December 7, 2017 at 11:09 am


ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રિઝર્વ બેંકે ડેબિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જમાં બુધવારે ફેરફાર કયર્િ છે. તે અંતર્ગત હવે કાર્ડથી લેવડ દેવડ કરવા પર અલગ અલગ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ્સ એમડીઆર નક્કી કરવામાં આવ્યા છે. આરબીઆઈના નોટિફિકેશન અનુસાર 20 લાખ રૂપિયા સુધીના વાર્ષિક કારોબારવાળા નાના મર્ચન્ટ માટે એમડીઆર ચાર્જમાં 0.40 ટકા કરવામાં આવ્યા છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન મયર્દિા 200 રૂપિયા રહેશે. આ ચાર્જ ડેબિટ કાર્ડથી ઓનલાઈન અથવા પીઓએસ દ્વારા લેવડ દેવડ પર લાગુ પડશે.
તો કયુઆર કોડ આધારિત લેણદેણમાં ચુકવણી સ્વીકારવા પર ચાર્જ 0.30 ટકા રહેશે અને તેમાં પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 200 રૂપિયાના ચાર્જની સીમા નક્કી છે. જો કોઈ વેપારીનો વાર્ષિક કારોબાર 20 લાખ રૂપિયાથી વધારે છે તો એમડીઆર 0.90 ટકા હશે. અને તેમાં પ્રત્યેક લેણદેણ પર 1,000 રૂપિયાનો ચાર્જ હશે. તેમાં કયુઆર કોડ દ્વારા લેવડ દેવડ પર ચાર્જ 0.80 અને મહત્તમ ચાર્જની રકમ 1000 રૂપિયા રહેશે.
એમડીઆર બેન્ડ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મર્ચન્ટ એટલે કે વ્યાપારિક એકમ પર લાગે છે. તેના અંતર્ગત કેન્દ્રિય બેન્કના કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારનારા વેપારી એકમોના નેટવર્કનો વિસ્તાર વધારવા માટે ચાર્જના દરોમાં ફેરફાર કર્યો છે. તેનું એક લક્ષ્ય બેન્કોની રોકડ રહિત અથવા ઓછી રોકડ વાળી પ્રણાલીઓમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાનું છે.
મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ(એમડીઆર) તે કમિશન હોય છે જે પ્રત્યેક કાર્ડ ટ્રાન્ઝેક્શન સેવા માટે દુકાનદાર બેન્કને આપે છે. પોઈન્ટ ઓફ સેલ મશીન બેન્ક દ્વારા લગાવવામાં આવે છે. 2012થી ભારતીય રિઝર્વ બેન્કે 2,000 રૂપિયાના ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 0.75% એમડીઆર નક્કી કરી રાખી છે. જ્યારે 2,000થી ઉપરના ટ્રાન્ઝેક્શન પર 1% એમડીઆર લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બેન્ક દ્વારા એમડીઆર તરીકે કમાણી કરેલી રકમમાંથી કાર્ડ દ્વારા બેન્ક અને કેટલોક હિસ્સો પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ જેવા વીઝા, માસ્ટરકાર્ડ અથવા એનપીસીઆઈને આપવામાં આવે છે. આ ચાર્જના કારણે જ દુકાનદાર કાર્ડથી પેમેન્ટ પર ખચકાય છે.

print

Comments

comments

VOTING POLL