ડેરીના લાંચ પ્રકરણમાં નવો વળાંક: સાતડા મંડળીના મંત્રીએ બોગસ લેટરપેડ બનાવ્યાનો ધડાકો

April 16, 2018 at 3:26 pm


સાતડા દૂધ મંડળીના મંત્રીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં રાજકોટ ડેરીનો બોગસ ઓફિસર ઓર્ડર રજૂ કર્યેા છે. સંઘના બનાવટી લેટરપેડ તૈયાર કરી અધ્યક્ષની ખોટી સહી કરી હોવાની ચોંકાવનારી ફરિયાદ અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ પોલીસ કમિશ્નર સમક્ષ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ પોલીસ કમિશ્નરને અરજી આપી તાજેતરમાં કથિત લાંચ પ્રકરણમાં ડેરીના કેમિસ્ટ સાજનકુમાર ગધેથરીયા સામે નોંધાયેલ કેસમાં રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના બનાવટી લેટરપેડ ઉપર બોગસ ઓર્ડર ટપાલ મારફત રજૂ થયાની ફરિયાદ નોંધાવી આ ગંભીર પ્રકરણની તાત્કાલીક તપાસ કરી રાજકોટ ડેરીના નામનો બોગસ ઓર્ડર રજૂ કરનાર તત્વો સામે ફોજદારી ગુનો દાખલ કરી કડક પગલા ભરવા માંગણી કરી છે.

ગોવિંદભાઈ રાણપરીયાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કથિત લાંચ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોના તપાસનીસ અધિકારી સમક્ષ સાતડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ઉદેશીને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સઘં લી.ના બોગસ લેટરપેડ ઉપર તા.૨૨૦૩૨૦૧૮ના રોજ રાજકોડ ડેરીના મેનેજીગં ડીરેકટરને ઉદેશીને અધ્યક્ષએ લખેલો બોગસ ઓફિસ ઓર્ડર રજૂ કરેલ છે.

હકીકતે એસીબી પોલીસ ઈન્સ્પેકટર સમક્ષ રજૂ થયેલો તા.૨૨૦૩૧૮નો ઓફિસ ઓર્ડર સંપૂર્ણ બોગસ અને બનાવટી છે આવો કોઈ પત્ર રાજકોટ ડેરીમાંથી સાતડા મહિલા દૂધ ઉત્પાદક મંડળીને મોકલાવેલ નથી, ઓફિસ ઓર્ડરમાં દર્શાવેલ લેટરપેડ રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સઘં લી.ના નામનું બોગસ અને બનાવટી ઉભુ કરેલ છે અથવા તો ઝેરોક્ષમાંથી બનાવેલ હોય તેવું લાગે છે તેમજ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધના અધિકૃત આઉટવર્ડ નંબર પણ નથી જે ગુજરાતી ફોન્ટ (અક્ષર)નો ઉપયોગ થયેલ છે તે કચેરીના ઉપયોગમાં લેવાતા નથી આ ઉપરાંત પત્રમાં દર્શાવેલ કાર્યપ્રણાલી પણ રાજકોટ ડેરીમાં નથી.

આ પત્રમાં ઓફિસ ઓર્ડશ્રનો શબ્દપ્રયોગ થયેલ છે તે જોતા સંધની કાર્યપ્રણાલી મુજબ ઓફિસ ઓર્ડર મેનેજીગં ડીરેકટરની સહીથી નીકળતા હોય છે જયારે આ ઓર્ડરમાં અધ્યક્ષની સહી કરવામાં આવી છે અને તે પણ બોગસ સહી હોય અથવા તો સ્કેન કરેલ હોવાનું જણાય છે. આમ એન્ટી કરપ્શન બ્યુરોમાં સાતડા મહિલા દૂધ મંડળીના મંત્રીએ બોગસ ઓફિસ ઓર્ડર રજૂ કરી ગુનાહિત કૃત્ય કર્યાનું સ્પષ્ટ્ર ફલીત થાય છે.

આ કેસમાં આરોપી પાસેથી બોગસ ઓફિસ ઓર્ડરની ઓરીજન્લ કોપી કબ્જે કરી તેના લેટરપેડ, ગુજરાતી ફોન્ટ, સહી વગેરે બોગસ હોય આવુ બોગસ સાહિત્ય રજૂ કરી તપાસ ગેરમાર્ગે દોરવાનું કાવત્રુ રચનાર તેમજ તેને સહયોગ કરનાર તમામ વ્યકિતઓ સામે ગુનો દાખલ કરવા રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ કમિશ્નર સમક્ષ ફરિયાદ કરી છે

print

Comments

comments

VOTING POLL