ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી વખતે પોતાની સ્ત્રી મિત્રોને મોઢુ બંધ રાખવા નાણા આપ્યા હતા

August 22, 2018 at 11:32 am


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ના પૂર્વ વકીલ માઇલક કોહેને કોર્ટમાં પોતાની ભૂલ સ્વીકારી છે. કોહેને કોર્ટમાં સ્વીકાર્યું કે તેમણે 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ટ્રમ્પ્ના કહેવા પર બે મહિલાઓને પૈસા આપ્યા હતા. જે ચૂંટણી પ્રચારનું ઉલ્લંઘન છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર આરોપ છે કે બે મહિલાઓ સાથે તેમના આડાસંબંધ છે. આવી સ્થિતિમાં ચૂંટણી દરમિયાન મહિલાઓના મોંઢા બંધ રાખવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. વકીલ માઇકલ કોહેન પ્રમાણે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને એક લાખ 30 હજાર ડોલર આપ્યા હતા. જ્યારે એક મેગેજીનની મોડલને એક લાખ 50 હજાર ડોલર આપ્યા હતા.
51 વર્ષના કોહેને ફેડ્રલ કોર્ટમાં 8 અલગ અલગ ગુનાહિત કેસોમાં પોતાની ભૂલો સ્વીકારી છે. જેમાં ટેક્સ ચોરી અને બેન્ક સાથે છેતરપીંડિનો પણ સમાવેશ થાય છે. કોહેને કોર્ટમાં સીધી રીતે ટ્રમ્પ્નું નામ ન્હોતુ લીધું તેમના વકીલ ડેવિસે કહ્યું કે કોહેનો ઇશારો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફ જ હતો.
ટ્રમ્પે મહિલાઓ સાથે સંબંધ હોવાનો ઇન્કાર કરી દીધો છે. તેમના વકીલ રુડી ગિયુલાનીનું કહેવું છે કે, આ પૈસા ટ્રમ્પ અને તેમના પરિવારને શર્મિદગીથી બચાવવા માટે આપવામાં આવ્યા હતા. પૈસાનું ચૂંટણી પ્રચાર સાથે કોઇ સંબંધઘ નથી. વેસ્ટ વર્જિનિયામાં ટ્રમ્પ્ની એક રેલી હતી. પરંતુ ટ્રમ્પે આ અંગે કંઇ પણ કહ્યું ન્હોતું. આ ઉપરાંત વ્હાઇટ હાઉસથી પણ કોઇ પ્રતિક્રિયા આવી ન્હોતી.

print

Comments

comments

VOTING POLL