ડોન દાઉદને પાકિસ્તાનમાં પુરતી સુરક્ષા મળી રહી છે

March 13, 2018 at 8:06 pm


વર્ષ 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટની 25મી વરસી શાંતિપૂર્ણરીતે પસાર થઇ છે ત્યારે ડોન દાઉદને લઇને હજુ પણ ચર્ચા છે. મુંબઈના પૂર્વ પાેલીસ કમિશનર એમએનિંસહે કહ્યું છે કે, તેમને લાગે છે કે, પાકિસ્તાન માટે દાઉદ ઇબ્રાહિમ હવે કોઇ કામનાે રહ્યાાે નથી પરંતુ દુબઈથી ગયા સપ્તાહમાં ફારુક ટકલાને લાવવામાં આવ્યા બાદ કેટલીક વિગતાે સપાટી ઉપર આવી છે. ટકલાએ પાકિસ્તાન અને દાઉદના સંબંધોના સંદર્ભમાં ચાેંકાવનારા ખુલાસા કર્યા છે. ફારુકે સીબીઆઈને હાલમાં 93ના બાેંબ બ્લાસ્ટમાં આરોપી બનાવવામાં આવ્યા બાદ વિગતાે પુરી પાડી છે. ફારુક ટકલાને 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા બાદ ગુટખા કાંડમાં સીબીઆઈ તેની કસ્ટડી લેશે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ 1992ના કેજેજે શૂટઆઉટમાં તેની કસ્ટડીની માંગ કરી શકે છે જેમાં તે 16 નંબરનાે આરોપી રહેલો છે. વિશ્વસનીય સુત્રોના કહેવા મુજબ ફારુકે પુછપરછ દરમિયાન કહ્યું છે કે, દાઉદ હવે સ્થાયી રીતે પાકિસ્તાનમાં રહેવા લાગી ગયો છે. દાઉદને પાકિસ્તાનમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા મળી રહી છે. સેફ હાઉસની સુરક્ષામાં પાકિસ્તાનના જવાનાે લાગેલા છે. એક સમયે તે નિયમિતરીતે પાકિસ્તાન અને દુબઈ વચ્ચે અવરજવર કરતાે હતાે તે વખતે દાઉદના દરિયાઇ અને વિમાની રસ્તાથી દુબઈ પહાેંચ્યા બાદ તેને રિસીવ કરવાનું કામ ફારુક ટકલા પાેતે કરતાે હતાે. સુત્રોનું કહેવું છે કે, ફારુકે પુછપરછ દરમિયાન એમ પણ કહ્યું છે કે, દોઢ દશક પહેલા પાકિસ્તાનમાં લોકલ ગુંડાઆેએ દાઉદને મારી નાંખવા માટેની સાેપારી લીધી હતી અને એ ટાપુ સુધી પહાેંચી ગયા હતા. જ્યાં તેને સેફહાઉસમાં રાખવામાં આવ્યો હતાે પરંતુ પાકિસ્તાની આમીૅના લોકોએ દાઉદને બચાવી લીધો હતાે. આ ઉપરાંત છોટા રાજનના લોકોએ પણ દાઉદને મારી નાંખવા માટે અનેક વખત પ્રયાસાે કર્યા હતા. રાજનના માણસ ફરીદ તનાશા આ સંબંધમાં અનેક વખત પાકિસ્તાનમાં પહાેંચ્યો હતાે. થોડાક વર્ષ પહેલા ફરીદની મુંબઈના તિલકનગર વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી હતી. ફારુક ટકલાએ કહ્યું છે કે, દાઉદ હમેશા કરાંચીના પ્લાનફટન વિસ્તારમાં રહે છે પરંતુ જ્યારે પણ કોઇ આંતરરા»ટ્રીય લીડર પાકિસ્તાનમાં આવે છે ત્યારે દાઉદને Âક્લફ્ટન એરિયાથી દૂર અંડા ગ્રુપ આેફ આઇલેન્ડ પર બનાવવામાં આવેલા સેફ હાઉસમાં લઇ જવામાં આવે છે. જ્યારે ભારત આંતરરા»ટ્રીય મંચ પર દાઉદના Âક્લફ્ટન એરિયામાં હોવાની વાત કરે છે ત્યારે દાઉદને અહીંથી થોડાક સમય માટે ખસેડી લેવામાં આવે છે. Âક્લફ્ટન એરિયાના આવાસમાં પણ મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. પાકિસ્તાની કોસ્ટ ગાર્ડ પણ દાઉદને સુરક્ષા આપી રહ્યાા છે.

print

Comments

comments

VOTING POLL