ડોળાસાના સીમાસી નજીક ટ્રક સાથે અથડાતા મોટરસાયકલ સવારને ગંભીર ઇજા

March 13, 2018 at 1:13 pm


ડોળાસા નજીકના સીમાસી ગામ નજીક રાજારામ જિનીગ પાસે જ એક મોટર સાયકલ ચાલક પૂર ઝડપે ટ્રકની પાછળના ભાગે અથડાત ઘડાકાભેર દૂર ફંગોળાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતાં ડોળાથી 108 દ્વારા કોડીનાર રાનાવાળા હોસ્પિટલ ખસેડાયો હતો. વેરાવળ તાલુકાના ગોવિંદપુર ગામના દીલાવર કાળુભાઇ બેલીમ (ઉ.વ.25) કામ સબબ પોતાની 5લ્સર મોટર સાયકલ જીજે.11 એન.એન. 6735 લઇ ઉના તરફ ગયા હતા અને સાંજના આશરે 6ઃ1પ કલાકે સીમાસી નજીક આવેલી’ રાજરામા જીન’ નજીક પહાેંચ્યા હતા ત્યારે સામેથી આવતા અજાÎયા ટ્રકમાં પાછળના ભાગે ઘડાકાભેર અથડાતા મોટર સાયકલ અને દિલાવર દૂર ફંગોળાયા હતા. મોઢામાંથી લોહી નીળકવા લાગ્યું હતું અને હાથ અને પગમાં પણ ઇજા થઇ હતી.
ડોળાસાગામની 108ને ફોન કરતા ડો.િસ્મતાબેન મકવાણ પાઇલોટ સાથે ઘટનાસ્થળે પહાેંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત દિલાવર ખાનને કોડિનારનીરાના વાળા હોસ્પિટલે પહાેંચાડયો હતો.અને ઇજાગ્રસ્તના મોબાઇલમાંથી તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અકસ્માત બાદ ટ્રકચાલક નાસી ગયો હતો.

print

Comments

comments

VOTING POLL