ડ્રાઈવિંગ લાયસન્સને ‘આધાર’ સાથે લિંક કરાવવું પડશે

June 13, 2018 at 10:51 am


કેન્દ્ર સરકાર આવનારા દિવસોમાં ડ્રાઈવિંગ લાયસન્સને ‘આધાર’ સાથે લિંક કરશે. દહેરાદૂન સ્થિત બીજેપી કાયર્લિયમાં પહોંચેલ કાયદામંત્રી રવિપ્રસાંદ શંકરે આધારને લઈને નિવેદન આપ્યું છે. તેવામાં લાગી રહ્યું છે કે, સમગ્ર દેશમાં એક જ ઓળખ કાર્ડ તરફ સરકાર આગળ વધી રહી છે જેમાં હવે ડ્રાઈવિંગ લાઇસન્સને પણ આધાર સાથે જોડવાની તૈયારી કરવામાં આવી રહી છે. આધારની કાનૂની માન્યતાને લઈને ઉભા થતાં પ્રશ્નો વચ્ચે કેન્દ્ર સરકારની ઘણી બધી ટીકા થઈ રહી છે, તેવામાં નવો વિચાર આપતાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદે દેહરાદૂનમાં કહ્યું કે, તેમણે લાયસન્સને આધાર કાર્ડ સાથા જોડવા માટે રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે વાત કરી છે.
તેમણે કહ્યું કે, ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે એટલા માટે લિંક કરાવવામાં આવે જેથી અપરાધીઓને પકડી શકાય. સાથે દારૂ પીને ગાડી ચલાવતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાશે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાનું નામ બદલી શકે છે ફિંગરપ્રિંટ નહીં.
આ પહેલા સપ્ટેમ્બરમાં કાયદામંત્રીએ કહ્યું હતું કે, સરકાર ડ્રાઈવિંગ લાઇસન્સને આધાર કાર્ડ સાથે જોડવાનો વિચાર કરી રહી છે. જોકે માર્ચમાં સુપ્રીમ કોર્ટે સરકારી યોજનાઓ સાથે આધાર કાર્ડને લિંક કરવાની સમય મયર્દિા અનિશ્ચિતકાળ માટે લંબાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં આધાર સામે કાયદાકીય માન્યતા અંગે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેની સુનવણી ચાલી રહી છે.
આ પહેલા મોદી સરકારે જૂન 2017માં નવો નિયયમ લાવીને કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધારને ફરજિયાત કરી દીધું હતું. બેંક ખાતાને આધાર સાથે જોડવા માટે 31 ડિસેમ્બર સુધીની સમય મયર્દિા નક્કી કરી હતી જે પાછળથી 31 માર્ચ સુધી લંબાવવામાં આવી હતી.
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડને મોબાઈલ નંબર, બેંક ખાતા સહિત અન્ય સરકારી યોજનાઓ સાથે લિંક કરવું ફરજિયાત નથી, પરંતુ સામાજિક સુરક્ષા યોજનાઓનો ફાયદો મેળવવા માટે આધારની બદલે અન્ય ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આધાર ન હોવાને કારણે કોઈ પણ સામાજિક સુરક્ષા યોજનાઓથી વંચિત ન રાખી શકાય.

print

Comments

comments

VOTING POLL