ઢેબર રોડ સાઉથના નારાયણનગરમાં લોખંડની રેલિંગ મુકીને શેરીઆે બંધ કરી દેવાઈઃ દબાણ દૂર કરાવતી મહાપાલિકા

August 10, 2018 at 3:55 pm


રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના ઢેબર રોડ સાઉથ વિસ્તારમાં આવેલા નારાયણનગરમાં લોખંડની રેલિંગ મુકીને લતાવાસીઆેએ શેરીઆે બંધ કરી દીધી હોય આ અંગેની ફરિયાદ મળતાં આજે મહાપાલિકાની દબાણહટાવ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને શેરીમાં મુકાયેલી લોખંડની રેલિંગ દૂર કરાવી હતી. નારાયણનગર શેરી નં.2,4,6 અને 8ના રહેવાસીઆે દ્વારા શેરીના નાકે લોખંડના પાઈપના દરવાજા બંધ કરાવી શેરીઆે બંધ કરી દેવામાં આવી હતી ! જે ખુંી કરાવાઈ હતી.

દરમિયાન ટાઉન પ્લાનિંગ આેફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે આજે 150 ફૂટ રિ»ગરોડ પર મવડી ચોકડીથી ગાેંડલ રોડ ચોકડી સુધીના વિસ્તારમાંથી દુકાનોના માર્જિન પાર્કિંગમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL