તંગધાર સેક્ટરમાં સેનાને મોટી સફળતા: એક ઘૂસણખોરને ઠાર મરાયો

October 2, 2017 at 10:33 am


‘કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી’ કહેવત પાકિસ્તાનને બરાબર બંધ બેસતી હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ પાકિસ્તાની સેના દ્વારા સીમા પર બેફામ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે અત્યંત સાવચેત એવી ભારતીય સેનાએ પાકિસ્તાનના નાપાક ઈરાદા સફળ થવા દીધા નથી અને મોટી ઘૂસણખોરી અટકાવી એકને ઠાર માર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે તંગધાર સેક્ટરમાંથી ચારેક જેટલા આતંકીઓ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં હોવાની જાણકારી સેનાને મળી હતી જેના પગલે સેનાએ આ ઘૂસણખોરી અટકાવવા માટે એડીચોટીનું જોર લગાવી એક આતંકીને ઠાર માર્યો હતો જ્યારે નાસી છૂટેલા ત્રણેક જેટલા આતંકીઓને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.ઉલ્લેખનીય છે કે આ પહેલાં કેરન સેક્ટરમાં પણ પાકિસ્તાની આતંકીઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારે પણ તેને નિષ્ફળતા જ સાંપડી હતી.

print

Comments

comments

VOTING POLL