તંત્રી-સ્થાનેથી

 • trin-17-5-17
  રેલવે ઉપર કાળી ટીલી

  ઉત્તરપ્રદેશમાં થયેલા વધુ એક ટ્રેન અકસ્માતે રેલવે ઉપર કાળી ટીલી લગાડી દીધી છે. પ્રચારના ઝગમગાટમાં કેટલાય મહત્વના મુદ્દા કોરાણે મૂકાઇ ગયા છે. તેમાંનો એક મુદ્દો રેલવે સેફ્ટીનો છે. મુઝફ્ફરનગર પાસે ઉથલી પડેલી ઉત્કલ એક્સપ્રેસની દુર્ઘટનાએ તો આ મુદ્દાને વધુ ગંભીર રીતે પ્રકાશમાં આણ્યો છે કારણ કે ખુદ રેલવે તંત્રએ કબૂલી લીધું છે તેમ રેલવે ટ્રેક … Read More

 • default
  ચૂંટણી ફંડ: એક હાથસે લે એક હાથસે દે…

  ચૂંટણી સમયે પાણીની જેમ પૈસા વાપરતા રાજકીય પક્ષોના આ ખર્ચનો બોજો અંતે તો બીજાના ખભ્ભા ઉપર જ હોય છે તે વધુ એક વખત સાબીત થયું છે. કોર્પોરેટ ગૃહોએ રાષ્ટ્રીય પક્ષોને છેલ્લાં ચાર વર્ષમાં 956.77 કરોડ રુપિયાનું ડોનેશન આપ્યું છે. પક્ષોને 2012-13થી 2015-16ના ગાળામાં જાણીતા સ્રાેત તરફથી મળેલા કુલ ડોનેશન પૈકી 89 ટકા રકમ આ કોર્પોરેટ્સ … Read More

 • default
  યુધ્ધના વાદળો

  ડોકલામ મુદ્દે ચીને ધમકીઓ પર ધમકીઓ આપી, પરંતુ ભારતના પેટનું પાણી પણ ન હલ્યું એટલે અકળાઈને સંઘર્ષ માટે કાઉન્ટ ડાઉન થઈ રહ્યું હોવાનો સંકેત આપી ચીને ભારતને યુદ્ધ માટે તૈયાર રહેવા લલકાર્યું છે. શું ચીન ખરેખર યુદ્ધ કરશે? કે પછી આપણા સૈનિકો ઉપર હુમલા કરીને ડોકલામમાંથી ખદેડી મૂકશે? ચીન આવું કંઈ પણ કરશે તો ભારત … Continue reading Read More

 • default
  હરિયાણા ભાજપ ઉપર કલંક

  હરિયાણાના આઈએએસ ઓફિસરની દીકરીને તેની કાર રોકીને છેડતી કરવાના કેસમાં મામલો ગંભીર બની રહ્યો છે ત્યારે હરિયાણા ભાજપ્ના પ્રમુખ સુભાષ બરાલા રાજીનામું નહીં આપે તેમ ભાજપ્ની નેતાગીરીએ જાહેર કરી દીધું છે. બરાલાનો દીકરો વિકાસ અને તેનો મિત્ર આશિષ આ કેસમાં સંડોવાયેલા છે અને તેમની સામે પોલીસે કેસ નોંધ્યો છે. ભાજપ પર આ કેસમાં ભીનું સંકેલવાનો … Read More

 • default
  કાળું નાણું ધરાવનારા માટે કયામત

  સ્વિસ બેન્કોમાંથી ભારતીયોનું જમા કાળું નાણું પાછું લાવવાની આશા ફરી જાગી છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતને સ્વિર્ત્ઝલેન્ડ તરફથી ત્યાંની બેન્કોમાં જમા ભારતીયોનાં નાણાં અંગેની માહિતી આપોઆપ મળી જાય તે માટેનો માર્ગ મોકળો થયો છે. માહિતીની આપમેળે આપ લે માટેની સંધિ કરતાં પહેલાં સ્વિર્ત્ઝલેન્ડ એ બાબતની ખાતરી કરવા માગતું હતું કે ભારતમાં ડેટા અને ગુપ્તતા … Read More

 • onion_03_08_2017
  હવે ડુંગળી રડાવે છે

  ડુંગળીના ભાવ વાસ્તવમાં આંખે પાણી લાવી દે તેવા થઈ રહ્યા છે. એક તરફ ટમેટાના ભાવ આસમાને છે ત્યાં ડુંગળીમાં પણ માેંઘવારી ગંધાવાની શરુ થઇ ગઇ છે. નાસિકના લસલગાંવ જથ્થાબંધ માર્કેટમાં રોજેરોજ ડુંગળીના ભાવ ઉછળી રહ્યા છે. આ વખતે સમગ્ર દક્ષિણ ભારતમાં ડુંગળીના પાકનો ઉતાર સરેરાશ કરતાં 60 ટકા આેછો થવાનો અંદાજ સેવાઇ રહ્યાે છે. તેના … Read More

 • default
  રાજ્યસભામાં ભાજપ હવે મોટો ભા

  2014માં કેન્દ્રમાં સત્તા ઉપર આવ્યા પછી ભારતીય જનતા પક્ષનો સૂરજ વધુને વધુ ચમકવા લાગ્યો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ અનેક રાજ્યોમાં ભગવો લહેરાવ્યો છે અને હજુ આવનારા સમયમાં પણ કેટલાક રાજ્યોમાં કેસરીયો લહેરાવશે તેવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પક્ષના આવા સુવર્ણકાળની વચ્ચે પક્ષે રાજ્યસભામાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે સ્થાન મેળવીને વધુ એક … Read More

 • default
  સાંસદોને પગાર વધુ વ્હાલો

  અત્યારે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ઘણું મહત્વનું કામ બાકી છે. અનેક ખરડા પસાર કરી તેને કાયદાનું સ્વરૂપ બક્ષવાનું છે. એવામાં વળી સત્તાધારી પક્ષના જ એક સંસદસભ્યે સંસદ સભ્યોના પગાર વધારાનો મુદ્દો ઉખેળ્યો. આવી મોંઘવારીમાં સાંસદોને બે છેડા ભેગા કરવામાં હાલ મળતું વેતન ઘણું ઓછું કહેવાય. એટલે સરકાર માઈબાપે એ દિશામાં ઘટતું કરવું જોઈએ. … Read More

 • default
  ધારાસભ્ય ફોડો અભિયાનથી વિપક્ષમાં ફફડાટ

  કાેંગ્રેસે કરેલા આક્ષેપને સાચો માનવમાં આવે તો ભાજપના રણનીતિકારોએ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી વિપક્ષમુક્ત ભારતનું અભિયાન શરુ કર્યું છે તેનાથી કાેંગ્રેસ, સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષ સહિતના વિપક્ષમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભાજપે વિધાનસભાની ચૂંટણી બાદ કઈ રીતે ગોવા અને અરુણાચલ પ્રદેશમાં ધારાસભ્યોને ખરીદીને તેમ જ રાજ્યપાલની મદદથી સરકાર રચી હતી તે બધાની … Read More

 • default
  મહામહિમ સત્તારૂઢ

  રામનાથ કોવિંદે દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળી લીધો છે. રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રણ કરનાર 71 વર્ષના કોવિંદે સંસદના સેન્ટ્રલ હોલ ખાતે પ્રથમ જ વખત પ્રવચન આપતા દૃષ્ટાંતરુપ અને આર્થિક રીતે અગ્રેસર રહે તેવા ભારતનું નિમાર્ણ કરવાની જરુર હોવાનું જણાવ્યું હતું. કોવિંદજી કાેંગ્રેસી અને ગાંધીવાદી વિચારધારા સાથેનો નાતો ધરાવતા પ્રણવ મુખરજીના અનુગામી છે અને … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL