તને ભીંજવે દરિયો, મને ભીંજવે તું…

May 16, 2017 at 2:46 pm


બીકીની પહેરીને સમંદર સાથે ધીંગામસ્તી કરવી તે માત્ર હોલીવૂડની હીરોઈનોનો જ ઈજારો નથી. બોલીવૂડની નમકીન હીરોઈનો જયારે બીકીની ધારણ કરે છે ત્યારે સમંદર પણ ગરમ થઈ જાય છે. મ્યામી બીચ પર બોલીવૂડની એ-વન અભિનેત્રી પ્રિયંકા ચોપડા બિન્દાસ થઈને બીકીનીમાં સમંદરને બથોડા લઈ રહી હતી ત્યારે જ ફોટોગ્રાફરે જરા પણ મોડું કરવાની ભૂલ કરી ન હતી અને પ્રિયંકાની બીકીનીની જાનદાર અદાઓને લેન્સમાં પુરી દીધી હતી. પ્રિયંકા અમેરિકન શો માટે શૂટીંગ કરી રહી છે અને સમંદરની યાત્રામાં તેની સાથે તેની કેટલીક કો-સ્ટાર પણ સાથે રહી હતી. પ્રિયંકાએ પ્રથમવાર બીકીનીમાં શોટ આપ્યા હતા અને ફોટોગ્રાફરને તેણે ઈન્કાર કર્યો ન હતો. સમંદરમાં સેલ્ફી લેતી વખતે પ્રિયંકાએ પોઝ આપ્યો હતો.

print

Comments

comments

VOTING POLL