તમાકુથી બનતી તમામ ચીજો ઉપર 28 ટકા ટેક્સ અને ભારે સેસ લદાશે

April 11, 2017 at 11:16 am


દેશમાં યુવાનો બીડી, સીગરેટ અને તમાકુ તેમજ તમાકુથી બનેલી પ્રોડક્ટોના વ્યસની હવે વધુ ન બને તે માટે કેન્દ્ર સરકાર જીએસટી હેઠળ તેની સામે આકરું વલણ અપ્નાવશે અને તમામ તમાકુની પ્રોડક્ટ પર 28 ટકા જેટલો જીએસટી લગાવવાનો કેન્દ્ર સરકારે નિધર્રિ કર્યો છે. આ અંગેની દરખાસ્ત આવી છે અને કેન્દ્ર સરકાર તેની પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે પોતાની દરખાસ્તમાં એમ કહ્યું છે કે તમાકુની બનાવટોનો ઉપયોગ દેશમાં અટકાવવા માટે આ પગલું જરી છે. તમામ તમાકુની પ્રોડક્ટો બીડી સહિત બધા ઉપર 28 ટકા ટેક્સ ઉપરાંત નવા જીએસટી વ્યવસ્થાતંત્ર હેઠળ ભારે સેસ લગાવવાની પણ દરખાસ્ત આરોગ્ય મંત્રાલયે કરી છે.
મંત્રાલયે એમ કહ્યું છે કે જીએસટી હેઠળ જે સેસ લગાવવામાં આવે તે ખૂબ જ ભારે રાખવામાં આવે જેથી લોકોને આ તમાકુની પ્રોડક્ટો લેવાનું પોસાય જ નહીં. આગળ જતાં તમાકુની બનાવટો બીડી, સિગરેટ, પાન, તમાકુ, ગુટખા બને જ નહીં તે લાઈન પર આગળ વધવાની આરોગ્ય મંત્રાલયની વિચારણા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી જેટલી આ મુદ્દા પર સહમત છે પરંતુ કેબિનેટમાં આ દરખાસ્ત મુકવામાં આવશે અને ત્યારબાદ તેને આગળ વધારવામાં આવશે. જીએસટી કાઉન્સીલ જ બધા દર અને સેસ નક્કી કરશે માટે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સીલનો રહેશે. યુવાધનને વ્યસનની આગમાંથી બચાવવા માટે તમામ તમાકુથી બનતાં પાન-મસાલા, સિગરેટ-બીડીને એટલા બધા મોંઘા કરી નાખવામાં આવશે કે લોકોની ખરીદશક્તિ જ ઘટી જાય અને એમ કરીને તમાકુથી બનતી પ્રોડક્ટોનું ઉત્પાદન દેશમાં સદંતર બંધ થઈ જાય તેવી લાઈન પર સરકાર આગળ વધવા માગે છે. આજે દેશમાં કેન્સર સહિતના કેટલાક ભયંકર રોગો યુવા વર્ગમાં ફેલાઈ ચૂક્યા છે અને તેની પાછળ તમાકુથી બનતાં ઉત્પાદનો અને બીડી-સિગરેટ જવાબદાર છે.

print

Comments

comments

VOTING POLL