તમામ ચૂંટણી સ્ટાફ આવતીકાલે વહેલી સવારે રવાના થશે

December 7, 2017 at 2:48 pm


ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠક માટે તા.9મીને શનિવારના રોજ યોજાનારા મતદાન સંદર્ભે સ્થાનિક ચુંટણી તંત્ર-જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઆેને આખરી આેપ અપાઇ રહ્યાે છે. 7 બેઠક માટેના કુલ 1823 બુથ માટે અગાઉ 1823 ઇ.વી.એમ. અને 1823 વી.વી.પેટની ફાળવણી કરાયા બાદ મતદાન કાર્યમાં રોકાયેલા તમામ સ્ટાફને આવતીકાલે વહેલી સવારે જે-તે ડિસ્પેઝીગ સેન્ટર પરથી રવાના કરાશે અને 11 હજારથી વધુ કર્મચારી સહીતનો સ્ટાફ આવતીકાલ સાંજ સુધીમાં પોતાના બુથ પર હાજર થઇ ચાર્જ સંભાળી લેશે.

ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠક માટે શનિવાર તા.9મી ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન સંદર્ભે ચુંટણી તંત્ર દ્વારા ચુંટણીલક્ષી તમામ પ્રકારની કામગીરીઆેને આખરી આેપ આપવામાં આવી રહ્યાે છે. મતદાનના દિવસે અને ખાસ કરીને મતદાનના સમયગાળા દરમિયાન કોઇપણ પ્રકારની ક્ષતિ અને વિક્ષેપ ન સજાર્ય તે માટે તંત્રએ ખાસ તકેદારી રાખી વિશેષ પ્રકારની તૈયારીઆે પુર્ણ કરી દીધી છે. જિલ્લાની 7 એ.સી.ના 1823 બુથ માટે 1823 ઇ.વી.એમ. અને 1823 વી.વી.પેટની તંત્રએ અગાઉ ફાળવણી કરી હતી તો મતદાન કાર્ય માટે ફરજ નિયુકત થયેલા તમામ ચુંટણી સ્ટાફને આવતીકાલે શુક્રવારે વહેલી સવારે ડિસ્પેઝીગ સેન્ટર પરથી રવાના કરાશે. જે સ્ટાફ પોતાના ફરજ પરના બુથ પર સાંજ સુધીમાં હાજર થઇ ચાર્જ સંભાળી લેશે.
જે-તે એસીમાં હાજર થયેલા સ્ટાફને અંતિમ માહિતી અપાશે. 1823 બુથ માટે િ5્રસાઇડીગ આેફીસર, પોલીગ આેફીસર-1, પોલીગ આેફીસર તેમજ મહીલા પોલીગ આેફીસર અને ચોથા વર્ગના કર્મચારી મળી કુલ 11 હજારથી પણ વધુ કર્મચારીઆેના કાફલાને આવતીકાલે વહેલી સવારે રવાના કરાવાશે.

વર્તમાન વાતાવરણમાં આરોગ્યની તકેદારી રાખવા ચુંટણી સ્ટાફને તાકીદ
ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠક માટે તા.9મીને શનિવારના રોજ યોજનારી ચુંટણી માટે રોકાયેલા તમામ સ્ટાફને બે દિવસ પુર્વે વાવાઝોડાની અસર હેઠળ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાના પગલે મુખ્ય જિલ્લા અધિકારી દ્વારા એક પરિપત્ર જારી કરી તમામ તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારીનેસુચના આપવામાં આવી છે જેમાં વર્તમાન પરિિસ્થતીમાં સજાર્યેલી મિશ્ર વાતાવરણના પગલે ચુંટણી કામગીરીમાં તા.8-12થી 9-12 દરમ્યાન મોડી રાત્રી સુધી મતદાન સહિતની કામગીરી ચાલનાર હોય જે દરમ્યાન આ કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઆેને જો કોઇ આરોગ્યલક્ષી તકલીફ ઉભી થાય તો તેમના માટે સારવાર ઉપલબ્ધ કરવી તેમજ પ્રાથમિક સારવારની હેઠળ દરેક બુથ પર હાજર રાખવી તદઉપરાંત ચુંટણી કામગીરીમાં રોકાયેલા તમામ કર્મચારીઆેને પણ આ બે દિવસ દરમ્યાન હાલના વાતાવરણ સંદર્ભે પોતાના આરોગ્યની ખાસ કાળજી લેવા સુચના આપી જરૂરી તમામ પ્રકારના કપડા સહિતની ચીજવસ્તુઆે સાથે રાખવા પણ મુખ્ય જિલ્લા અધિકારીએ જારી કરેલા પરિપત્રમાં જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL