તમામ માધ્યમની શાળાઆેમાં ગુજરાતી ફરજિયાતઃ નવા પુસ્તકો તૈયાર

September 11, 2018 at 11:58 am


મા, માતૃભાષા અને માતૃભૂમિ સાથે જોડાઈ રહેવા માટે વિદ્યાર્થીઆેની ગુજરાતી ભાષા, સાહિત્ય અને ગતિવિધિઆેની સમજ હોવી જરૂરી છે અને તેથી રાજ્ય સરકારે તમામ માધ્યમિક શાળાઆેમાં ગુજરાતી ભાષાને ફરજિયાત વિષય તરીકે દાખલ કરાઈ છે તેવી જાહેરાત શિક્ષણ વિભાગના કેબિનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે.
ધો.1 અને 2માં તમામ માધ્યમની શાળાઆેમાં ભણાવવાના થતાં ગુજરાતી વિષયના પુસ્તક શાળાઆેને મોકલી દેવામાં આવ્યા છે. આ પાઠય પુસ્તકો શ્રવણ અને કથન ઉપરાંત કેટલાક ભાષા વિજ્ઞાનના વૈજ્ઞાનિક સિધ્ધાંતોના આધારે તૈયાર કરવામાં આવેલ છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સંદર્ભે જણાવ્યું છે કે, જે ગુજરાત અને ગુજરાતી સાહિત્યકારોએ માત્ર દેશના જ નહી પરંતુ વિશ્વસાહિત્યમાં સ્થાન અપાવી શકે તેવા ગૌરવવંતા ગુજરાતી સાહિત્યની ભેટ આપી છે, તેવા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમનસીબે ગુજરાતી ભાષાનું સ્તર ચિંતાજનક રીતે ઘટતું ગયું છે અને ગુજરાતી ભાષાના સતત ઘટતા જતાં સ્તર અને ભવિષ્યની સંભાવનાઆેને ધ્યાનમાં રાખીને રાજ્યના સાક્ષરો અને સારશ્વતો પણ ગુજરાતી ભાષાના શિક્ષણ અંગે ગંભીર ચિંતા વ્યકત કરતા આવ્યા છે, તેનાથી આપ પણ સુવિદિત છો જ. ગુજરાતી ભાષા અને ગુજરાતી શિક્ષણના ઘટતા જતાં સ્તરના અનેક કારણો છે ત્યારે રાજ્ય સરકારે આ સમગ્ર બાબતની ગંભીરતાપૂર્વક નાેંધ લઈ તેના ઉકેલ માટે ચિંતન પણ કર્યું છે.
ગુજરાતમાં વ્યસાય કે નોકરીના હેતુથી વસવાટ કરતાં નાગરિકો પોતાના બાળકોને ગુજરાતી સિવાયના અન્ય માધ્યમના અભ્યાસ કરાવે ત્યારે તેઆે ગુજરાતી વિષય શીખતા નથી. તો મુળ ગુજરાતી અને ગુજરાતના જ અસંખ્ય પરિવારો ગુજરાતી ભાષાના ગૌરવ અને તેના ગૌરવવંતા વારસાને ભૂલીને પોતાના બાળકોને ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યના શિક્ષણથી વંચિત રાખી અન્ય ભાષાના શિક્ષણ તરફ તેમનો ઝાેંક વધતો જાય છે તેનું આ દુષ્પરિણામ છે. પરિણામે આવા બાળકો ગુજરાતી ભાષાથી તો અજાણ રહે જ છે અને ભાષાના કારણે તેઆેને તકલીફ પણ પડતી રહે છે.

print

Comments

comments

VOTING POLL