તમારી જાતને યુવાન માનવાથી મગજ ઉંમર વધવાની ગતિ મંદ પાડી શકે છે

July 27, 2018 at 6:51 pm


એક નવા સંશોધનમાં એવું તારણ વ્યક્ત કરવામાં આવ્યું છે તમારી જાતને યુવાન માનવાથી મગજ ઉંમર વધવાની ગતિ મંદ પાડી શકે છે. પોતાની જાતને યુવાન માનનાર લોકો સારી સ્મરણશક્તિ ધરાવે છે. પોતાની જાતને યુવાન માને છે તેમના મગજમાં ગ્રે મેટર વધે છે. ગ્રે મેટર સાંભળવા, લાગણી વ્યક્ત કરવામાં તથા નિર્ણયો લેવામાં અને સ્વઅંકુશમાં ભાગ ભજવે છે. આવા લોકો તીવ્ર સ્મરણશક્તિ પણ ધરાવે છે અને પોતાની જાતને તંદુરસ્ત માને છે.
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલની નેશનલ યુનિ.ના સ્ટડી ઓથરે કહ્યું કે અમને માલૂમ પડયું છે કે જે લોકો પોતાની જાતને યુવાન માને છે તેમનં મગજ યુવાન બની રહે છે. લોકોને ગ્રે મેટરના અભાવને કારણે વૃદ્ધાવસ્થાનો ભાસ થાય છે. સંશોધકોએ 59, 84 વર્ષના 68 તંદુરસ્ત લોકોના બ્રેઈન સ્કેનનું પૃથ્થકરણ કર્યું. સંશોધકોએ આ લોકોને એવો સવાલ પૂછયો કે તમારી સાચી ઉંમરની તુલનાએ તમને તમારી ઉંમર કેટલી લાગે છે, જવાબ મળ્યો કે હું મારી સાચી વય કરતાં જવાન છું, હું મારી સાચી વય કરતાં ઘરડો છું.
ઘરડા લોકો માટે બેઠાડુ જીવન ખતરનાક બની રહે છે તેવું સંશોધનમાં સામે આવ્યું. સંશોધન કરનાર ટીમે કહ્યું કે વર્ષભર કાર્યસ્થળે ત્રણથી ચાર કલાક ઊભા રહેવાથી 1 વર્ષમાં 10 મેરેથોન દોડવા બરોબર છે. ઘણા કલાક સુધી બેસી રહેનાર લોકો સક્રિય લોકો કરતાં બે વર્ષ ઓછું જીવે છે. તમને રોજની કસરતની ટેવ હોય તો પણ તેનાથી કંઈ ખાસ ફરક પડતો નથી.
વિન્સ્ટન ચર્ચિલ, અર્નેસ્ટ હેમિંગ્વે જેવા વિશ્વપ્રસિદ્ધ હસ્તીઓ પણ ઊભા ઊભા લેખનકાર્ય કરતા હતા. જો પાંચ દિવસ સુધી દિવસમાં ત્રણ કલાક ઊભા રહીએ તો અંદાજે 750 કેલરી ખર્ચ થાય છે. એક વર્ષમાં તમે 30,000 વધારાની કેલરી 81 બિલિયન ચરબીમાંથી છુટકારો મેળવો છો.

print

Comments

comments

VOTING POLL