તરસાઇ અને લાલપુરમાં પાંચ પત્તાપ્રેમી પોલીસના પાંજરે પુરાયા

July 14, 2018 at 12:53 pm


જામજોધપુર તાલુકાના તરસાઇ ગામે નવાપરા વિસ્તારમાં મંદિરવાળી શેરીમાં જાહેરમાં રોનપોલીસનો જુગાર રમતા ત્રણ શખ્સને પકડી લીધા હતા જયારે લાલપુરની પ્રગટેશ્વર સોસાયટીમાં પાના ટીચતા બે પોલીસની પકડમાં આવ્યા હતા અને ત્રણ નાશી છુટયા હતા.

જામજોધપુરના તરસાઇ ગામે નવાપરા વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા આદમપરાના મુળ ગોસાબારાના અસરફ કાસમ મછીયારા, તરસાઇની ખારા સીમમા રહેતા સવદાસ અરજણ આેડેદરા અને આદમપરાના હુસેન બાવલા બ્લોચ આ ત્રણેયને રોકડ 4510 તથા ગંજીપતા સાથે સ્થાનીક પોલીસે દબોચી લીધા હતા.

બીજા દરોડામાં લાલપુરની પ્રગટેશ્વર સોસાયટીમાં તીનપતીનો જુગાર રમતા વલીમામદ ગુલમામદ કતીયાર અને અશોક લખમણ ગામી (રે. બંને પ્રગટેશ્વર સોસાયટી)ને રોકડ રૂા. 840 તથા ગંજીપતા સાથે પકડી લીધા હતા. જયારે લાલપુરના અસલમ નુરમામદ શેઠા, હુસેન ડ્રાઇવર અને સુલેમાન ધુંધા આ ત્રણ ફરાર થઇ ગયા હતા. જેની તપાસ ચલાવવામાં આવી રહી છે. દરોડાની કાર્યવાહી લાલપુર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

મયુરનગરમાં પાના ટીચતા બે સગીર સહિત ત્રણની અટકાયત

જામનગરના ગોકુલનગરના મયુરનગરમાં દુકાન પાસેના ચોકમાં જાહેરમાં રોનપોલીસની જુગાર રમતા બે સગીર સહિત ત્રણની અટકાયત કરવામાં આવી હતી પોલીસે દરોડા વખતે 1680ની રોકડ કબ્જે લીધી હતી. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં મયુરનગર ખાતે તીનપતીનો જુગાર રમતા શિવનગર શેરી નં. 1માં રહેતા ગોપાલ રમેશ બારૈયા અને મયુરનગર શેરી નં. 2માં રહેતા બે કાયદાથી સંઘષ}ત કિશોરને પકડી લેવાયા હતા. સીટી-સી ડીવીઝને ત્રણેયની અટકાયત કરી 1680ની રોકડ અને ગંજીપતો કબ્જે લીધો હતો.

print

Comments

comments

VOTING POLL