તળાજાના ખેતરોને ગૌધન તથા નિલગાય ધમરોળે છે
એક કલાક રખોયુ ન થયુ ત્યાં એક વિધાની મગફળીને નુકસાન રેઢીયાર ગૌધન ખેત પેદાશ લોકોના જીવ માટે બન્યા છે જોખમ તેમ છતા સરકાર મુક પ્રેક્ષક
તળાજા તાલુકાના ખેડુતો ગૌધન અને નિલગાયના ત્રાસથી તાહીમામ પોકારી ગયા છે. શહેર-તાલુકાના રસ્તા ઉપર રેઢીયાર પશુધન રાહદારીઆે માટે રીતસર યમદુત બન્યા છે ગૌધનના રખોયાના નામે ખેલાતા રાજકારણ નેસઇ સરકાર મુક પેક્ષક બની છે. ખેડુતો અને રાહદારીઆેને મુશ્કેલી ન પહાેંચાડે તેવા પગલા ભરવાની માંગ ઉઠવા પામી છે.
એક કલાક વાડીમાં રખોયુ ન કર્યુ ત્યાં તો એક વિધાની મગફળીનો રેઢીયાર ગૌધને સાથ વાળી દિધો છે. હજારો સહિતનું નુકશાન અને કાળી મજુરી કરી તેનુ નુકશાન કયાં લેવા જવુ ં
આ શબ્દો છે સાંખડાસર ગામના ખેડુત કાલાભાઇના તેઆેની વાડી હાઇવે નજીક આવેલી છે. એ ઉપરાંત તળાજા નજીકના ગામડાઆે હાઇ-વે પર અડીગો જમાવીને રખડતા, બેસેલા, દોડતા પશુપાલકો દ્વારા મુકાયેલ ગૌધન રાહદારીઆેને ભારે નુકશાન પહાેંચાડી રહ્યા છે.
વાહન ચાલકો માટે કયારે પશુ દોડીને આવે અને અકસ્માત સજાર્ઇ તેણે ડર અનુભવી રહ્યા છે.
એક તરફ સરકાર ગૌધનના નામે, ગૌશાળાઆેને લાખો કરોડોનો ખર્ચ કરી દેખાડી રહ્યા છે. જયારે વાસ્તવિકતાએ છે કે દિવસેને દિવસે રસ્તા પર રેઢીયાર ગૌધન રસ્તા પર વધી રહ્યા છે. જાહેર રસ્તાપર, ખેતર-વાડીઆે ખુંદતા ગૌધનને હજારો વિધાના જંગલમાં અમુક જગ્યા નિશ્વિત કરીને સાચવવા જોઇએ જો ખરેખર સરકાર કે ગૌપ્રેમીઆેને ગૌધનની પડી હોય તો તેવી ભોગ બનનાર વ્યકિતઆે લાગણી વ્યકત કરી રહ્યા છે.
સરકાર પર આરોપ થઇ રહ્યાે છે કે સરકાર મુક પ્રેક્ષક બની રહી છે. ખેડુતોને થતી નુકશાની કે થતી જાનહાની તે લઇ સરકાર બીલકુલ ચિંતીત નથી.