તળાજામાં ઠેર-ઠેર શરૂ થયેલ દારૂના અડ્ડાઆે પર આર.આર.સેલની રેડ

February 13, 2018 at 12:10 pm


આર.આર.સેલ ત્રાટકી હોવાના વાવડ મળી જતા બે ઝડપાયા, બાકીના ભુગર્ભમાં

તળાજા શહેર અને શહરેના સીમાડે દેશી-વિલાયતી દારૂના અડ્ડાઆે ધમધમતા થય હતા સ્થાનિક પોલીસે જાણે પરમીશન આપી હોય આથી કોના ‘બાપ’ની બીક તેમ માની અડ્ડાઆે ચલાવવામાં આવતા હતા. જેની જાણ ડીઆઇજી સ્કવોર્ડને થતા કાલે બપોર બાદ કરેલ રેડમાં મોટાભાગના બુટલેગરો ભુગર્ભમાં ઉતરી ગયા હતા. બે ઝડપાયા હતા દેશી દારૂ સાથે.
સ્થાનિક પોલીસ અધિકારી સામે શંકાની સોય તણાય તે રીતે તળાજા નગરમાં અનેક પિધલીઆે રસ્તા પર લથડીયા ખાતા, નજીક આવે તો નશીલા પદાથર્નું સેવન કરેલ હોઇ દુગ¯ધ મારતા જોવા મળે. પિધલીઆેમાં ચર્ચા છે કે ઠેર-ઠેર સ્ટેન્ડ શરૂ થઇ ગયા હતા. પોલીસે જાણે છુટો દૌર આપી દીધો હોઇ તે રીતે બુટલેગરો વર્તતા હતા. જે બાબતની ફરિયાદ ડીઆઇજી સુધી પહાેંચતા આજે બપોર બાદ દેશી-વિદેશી દારૂના ધંધાથ}આે પર આર.આર.સેલની પોલીસ ત્રાટકી હતી.
જેમાં રોયલ ચોકડી આઇટીઆઇ પાછળ લાંબા સમયથી દેશી દારૂ વેંચતા ધીરૂ મનુ વાઘેલા, ઘુઘા હીમત પરમારને ઝડપી લીધા હતા 25 લીટર દેશી દારૂ, મોબાઇલ મળી કિ.રૂા.2700નો મુદ્દામાલ ઝબ્બે કરી બન્ને વિરૂધ્ધ પો.કો. જે.ડી.ચુડાસમાએ ફરિયાદ નાેંધાવી હતી. બુટલેગરો પર આર.આર.સેલ ત્રાટકી હોવના વાવડ મળી જતા બુટલેગરો અમુક કલાકો માટે ભુગર્ભમાં ઉતરી ગયા હતાની ચર્ચા પિલીઆેમાં થતી જોવા મળી હતી.

print

Comments

comments

VOTING POLL