તળાજા ન.પા.ના પૂર્વ ઉપપ્રમુખની હત્યાના આરોપી બે દિવસના રીમાન્ડ પર

August 27, 2018 at 12:28 pm


તળાજા નગરપાલિકાના પૂર્વ ઉપ-પ્રમુખની હત્યાના મામલે ઝડપાયેલા તમામ આરોપીઆેને કોર્ટ સમક્ષ રજુ કરાતાં કોર્ટ બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

તળાજા નગરપાલિકાના પૂર્વ ઉપ-પ્રમુખ નશીબખા અશરફખાં પઠાણ (ઉ.વ.55) પર ગત શુક્રવારે બપોરે સરતાનપર રોડ ઉપર જુની અદાવતે ઇષાર્દ કરીમ, અસ્પાક શેખ, ઝબીરનો પુત્ર મોઝુબેલી ફારૂક કરીમ અને યુનુસ જમાસે એક સંપ કરી તિક્ષ્ણ હિથયારના અસંખ્યા ઘા ઝીકી તેની હત્યા નિપજાવી નાસી છુટયા હતા.આ ઘટના અંત્રે મૃતક નશીબખાંના પુત્રએ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નાેંધાવતા પોલસે તમામ વિરૂધ્ધ હત્યાનો ગુનો નાેંધી ઝડપી લીધા હતા. ઝડપાયેલા ઇષાર્દ કરીમ, અસ્પાક શેખ, ઝબરીનો પુત્ર મોઝુબેલી, ફારૂક કરીમ અને યુનુસજમાલને રીમાન્ડની માંગ સાથે કોર્ટ સમક્ષ રજુ કરતાં કોર્ટ તમામના બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હોવાનું તપાસનિશ પોલીસ અધિકારી ગઢવીએ જણાવ્યું હતુ.

print

Comments

comments

VOTING POLL