તળાજા ન.પા.ના સફાઇ કામદારો જૈસે થે

March 13, 2018 at 1:32 pm


ગુરૂવારે કલેકટર સમક્ષ કરશે રજુઆત

તળાજા નગરપાલિકામાં વષોૃથી રોજમદાર સફાઇ કામદારોને અગાઉ સફાઇ કામ બંધ કરીને જે હડતાલ કરેલ અને ત્યારબાદ નાયબ કલેકટર તળાજાના પ્રમુખ સ્થાને સુખદ સમાધાન થયેલ ત્યારબાદ તળાજા નગરપાલિકામાંથી અરજી કરીને સિનિયોરીટી જોઇને ઇન્ટરવ્યુ લીધેલ પણ આજદિન સુધી યોગ્ય નિર્ણય કે ન્યાય મળેલ નથી.આ અંગે તળાજા નગરપાલિકાના અધિકારીએ કલેકટર કચેરીમાં રજુઆત કરવા જણાવેલ છે. તા.15ને ગુરૂવારે 12 વાગ્યા પછી તમામ સફાઇ કામદારો રૂબરૂ મુલાકાત કરી કલેકટરને રજુઆત કરશે.

print

Comments

comments

VOTING POLL