તસ્કર બેલડીએ છ માસ પુર્વ પાલીતાણામાં પણ ચોરી કરી હતી

April 21, 2017 at 1:08 pm


પાલીતાણાના આંબેડકર ચોક પાસે આવેલી સુવિધા શોપીગ સેન્ટરમાં 7 માસ પુર્વે બંધ આેફીસમાંથી રૂા. 17 હજાર ઉપરાંતની ચોરીની ફરિયાદ નાેંધાયા બાદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ એક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ભાવનગર શહેર જિલ્લામાંથી થયેલી ઘરફોડ ચોરીના અણઉકેલ રહેલી હોય જેને લઇ જીલ્લા પોલીસવડા એલ.સી.બી. પી.આઇ. લાલીવાલાને અણઉકેલ મિલ્કત વિરોધી ગુનાઆે શોધવા સઘન પેટ્રાેલીગમાં રહેવા સુચના આપી હતી.

જીલ્લા પોલીસ વડાની અન્વયે એલ.સી.બી. સ્ટાફે બે દિવસ પુવે£ નિલમબાગ સર્કલ નજીકથી દામનગરના વિજય હિંમતભાઇ મકવાણા અને તેના ભાઇ અરવિંદને રોકડ રકમ મોટર સાયકલ સોનાના દાગીના તથા ચોરી કરવાના સાધનો સાથે ઝડપી લીધા હતા.
ઝડપાયેલ બંને શખ્સોની પુછપરછમાં નવાપરા કાવેરી કોર્પોરેશનમાં વકીલની આેફીસમાં ચોરીનો પ્રયાસ સંત કંવરરામ ચોકમાં જીગર સ્ટુડીઆે મહુવા વકીલની આેફીસમાં ચોરીના ભેદ ખુલવા પામ્યા હતા.
એલ.સી.બી.ના પી.એસ.આઇ. એસ.એન. ચુડાસમાએ બંને તસ્કર બંધુઆેની આગવી ઢબે પુછપરછ કરતા તેઆેએ પાલીતાણામાં આવેલા આંબેડકર ચોકમાં સુવિધા શોપીગ સેન્ટરમાં વકીલની આેફીસમાંથી રૂા. 15 હજાર રોકડા તથા કાર્બન કંપનીનો મોબાઇલ ફોન પેન ડ્રાઇવ મળી રૂા. 17 હજારની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

print

Comments

comments

VOTING POLL