તહેવારોમાં ગ્રાહકો માટે ટેલિકોમ કંપનીઓમાં પડાપડી

September 26, 2017 at 10:56 am


તીવ્ર સ્પર્ધાના માહોલમાં તહેવારોનો લાભ લેવા ટેલિકોમ કંપનીઓએ આકર્ષક ઓફર્સ જાહેર કરી છે. મોબાઇલ યુઝર્સને મોટું ડિસ્કાઉન્ટ અને સ્પેશિયલ ડેટા પેકેજિસ મળી રહ્યા છે. ટેલિકોમ કંપનીઓ તેની ઇન્ફોટેઇનમેન્ટ એપ્સ ડાઉનલોડ કરવા, સીમ અપગ્રેડ કરવા કે કંપનીના પેમેન્ટ પોર્ટલ્સનો ઉપયોગ કરવા યુઝર્સને લલચાવી રહી છે.

હોંગકોંગની કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના સત્યજિત સિંહાએ જણાવ્યું હતું કે, ગય વર્ષે ગ્રાહકો નોટબંધી, નીચી માંગ અને ઉંચા ભાવને કારણે ખરીદીથી દૂર રહ્યા હતા. જોકે, આ વખતે કન્ઝયુ. માર્કેટના એકંદર ખર્ચમાં ૧૦–૧પ ટકા વૃદ્ધિનાનો અંદાજ છે.
મોબાઇલ કંપનીઓ યુઝર દીઠ ઉંચી સરેરાશ આવક (એઆરપીયુ) મેળવવા આ તકનો લાભ લેવા સક્રિય છે.
વિશ્ર્લેષકોના જણાવ્યા અનુસાર એઆરપીયુની મિડ રેન્જ (રૂ.૧ર૦–૧૯૦)માં ૧૦ ટકા અને નીચેથી મધ્યમ રેન્જ (રૂા.૮૦–૧ર૦)માં તહેવારોના ગાળામાં ૩૦–૪૦ ટકા વૃદ્ધિની શકયતા છે. કંપનીઓની ઉંચી આવકના પ્રયાસ માટે જીઓની એન્ટ્રી પછી શરૂ થયેલી ગળાકાપ હરીફાઇ કારણભૂત છે

print

Comments

comments

VOTING POLL