તાજના દિદાર માટે હવે 200 રૂપિયાની શરૂ કરાયેલ નવી ફી

February 13, 2018 at 7:59 pm


વિશ્વના ઐતિહાસિક સ્મારકોમાં સ્થાન ધરાવનાર તાજ મહેલની મુલાકાત લેવા ઇચ્છુક પ્રવાસીઆેને પહેલી એપ્રિલથી વધારે નાણાં ચુકવવા પડશે. કારણ કે સરકારે મુખ્ય મ્યુઝિયમ જોવા ઇચ્છુક લોકો માટે 200 રૂપિયા ચાર્જ લાગૂ કરવાનાે નિર્ણય કયોૅ છે. સાથે સાથે એન્ટ્રી ફીમાં પણ વધારો કયોૅ છે. એન્ટ્રી ફીને વધારીને 40ના બદલે 50 કરી દેવામાં આવી છે. પત્રકારો સાથે વાતચીત કરતા સાંસ્કૃતિક બાબતાેના પ્રધાન મહેશ શમાૅએ કહ્યું છે કે, આ ચાર્જ અમલી કરવા પાછળ કેટલાક હેતુ રહેલા છે જેમાં મુખ્ય હેતુ તાજમહેલના જતનનાે પણ સમાવેશ થાય છે. વધુ સારા ક્રાઉડ મેનેજમેન્ટ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં મુખ્ય મ્યુઝિયમમાં પ્રવેશ કરવા માટે કોઇ અલગ ફી નથી. શમાૅએ કહ્યું હતું કે, આવનાર પેઢી માટે તાજમહેલને જાળવવા માટે અમને જરૂર દેખાઈ રહી છે. નવી બારકોડ ટિકિટો અગાઉ 40 રૂપિયાના બદલે હવે 50 રૂપિયામાં પડશે અને માત્ર ત્રણ કલાક માટે જ લાગૂ રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મુખ્ય મ્યુઝિયમમાં પ્રવેશ કરવા માટે અલગથી 200 રૂપિયાની ટિકિટ રહેશે. વિસ્તારના સંરક્ષણની ખાતરી કરવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. ક્રાઉડ મેનેજમેન્ટમાં પણ આનાથી રાહત થશે. સાંસ્કૃતિક બાબતાેના મંત્રી શમાૅએ વધુમાં કહ્યું હતું કે, રા»ટ્રીય પર્યાવરણ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા આપવામાં આવેલા રિપાેર્ટના આધાર પર આ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજમહેલ ખાતે મોટી સંખ્યામાં આવતા લોકોને લઇને અÇયાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે કેટલીક ભલામણો પણ કરવામાં આવી હતી. ઇન્ટેગ્રેટીવના રક્ષણ માટે મ્યુઝિમમાં કેટલીક ખાસ બાબતાે તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. પ્રધાને કહ્યું હતું કે, પ્રવાસીઆેની સંખ્યાને મર્યાદિત કરીને પણ જતન કરી શકાય છે. જો કે, કોઇપણ પ્રવાસીને નિરાશા ન મળે તેના તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કિંમતાેમાં વધારાથી મહેસુલી આવક આવક ઉભી થશે નહીં બલ્કે જે લોકો ત્યાં પહાેંચી રહ્યાા છે તે લોકો કોઇ નુકસાન ન પહાેંચાડે તેનાે પણ રહેલો છે. માત્ર રસ ધરાવતા લોકો જ આ વિસ્તારમાં પહાેંચે તે માટે મ્યુઝિયમ માટે ફી શરૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોટેૅ હાલમાં જ ચાર સપ્તાહની અંદર સ્મારકના જતનને લઇને વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કયોૅ હતાે. વિદેશી પ્રવાસીઆે માટે સુવિધા ઉભી કરવાનાે પણ આદેશ કરાયો હતાે. તાજમહેલમાં પ્રવેશ માટે તેમના માટેની ફી 1250 રૂપિયા છે. તેમણે ઉમેર્યું હતું કે, અલગ લાઈન, અલગ ટોયલેટ, સુરક્ષિત કોરિડોર પણ આગરા રેલવે સ્ટેશનથી લઇને તાજમહેલ સુધી બનાવવાની વાત કરવામાં આવી રહી છે. ઉ?યન મંત્રાલય અને માગૅ પરિવહન મંત્રાલય સાથે વાત ચાલી રહી છે. પ્રધાને કહ્યું છે કે, તાજમહેલની આસપાસ વધુ ખુબસુરતી વિકસિત કરવામાં આવનાર છે. વિદેશી પ્રવાસીઆેને પણ આકર્ષિત કરવાની દિશામાં વધુ પહેલ કરવામાં આવનાર છે. આના માટેની રુપરેખા તૈયાર થઇ રહી છે. નવી ભલામણો બાદ વધુ પગલા લેવાશે.

print

Comments

comments

VOTING POLL