તાનાશાહનું વધુ એક છમકલું

December 5, 2017 at 7:31 pm


ઉત્તર કોરિયા દ્વારા હાઈડ્રાેજન બોમ્બની સમકક્ષ કહી શકાય તેવા બોમ્બનું પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વને આંચકો આપ્યો છે. ઉત્તર કોરિયાનું નેતૃત્વ એવા માથાભારે તÒવોના હાથમાં છે કે તેઆે કોઈની સાડીબાર રાખે તેમ નથી. હાલમાં જપાન અને અમેરિકાને ડરાવવા જે પ્રયોગ કર્યો છે, તે આગળ વધીને બીજા માટે પણ થઈ શકે છે.
અણુબોમ્બથી ડારકશિક્ત ચોક્કસ વધે છે, પરંતુ તેનાથી કોઈને જીતી શકાતા નથી-માત્ર નમાવી શકાય છે. ઉત્તર કોરિયા ચીન સાથે નિકટના સંબંધ ધરાવે છે. ચીન દ્વારા પણ તેને આવા આક્રમક પ્રયોગ નહી કરવા સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ ઉત્તર કોરિયાનું નેતૃત્વ તે સ્વીકારવા તૈયાર નથી તેનું પ્રમાણ તાજેતરમાં કરેલા હાઈડ્રાેજન બોમ્બના પરીક્ષણ પરથી હવે પુરવાર થાય છે. અણુબોમ્બથી સમગ્ર વિશ્વના પર્યાવરણ સામે ખતરો ઊભો થઈ રહ્યાે છે. તેના પ્રત્યાઘાત ખૂબ જ ઊગ્ર હોય છે જે સમગ્ર માનવજાત અને બ્રûાંડને માટે નુકસાનકતાર્ બને છે. આવા સંજોગોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની ભૂમિકા વધુ સqક્રય અને જવાબદાર હોવી જોઈએ જેનો હાલમાં અભાવ દેખાય છે. ઉત્તર કોરિયાને હવે નિયંત્રણમાં કોણ રાખી શકેં આ એક વિચારવા જેવો પ્રñ છે.
ઉત્તર કોરિયા કોઈ જ પડોશીની રાજકીય વિચારધારા હેઠળ કે અન્ય કોઈ રીતે સમજવા કે વાત સ્વીકારવા તૈયાર નથી તેવે વખતે કયું પરિબળ તેને અટકાવી શકે અથવા તો દબાણની ભૂમિકા તૈયાર કરીને નિષેધાત્મક પગલાં લઈ શકેં હાલમાં તો કોઈ જ દેખાતું નથી. એક સમયે ચીન અને ઉત્તર કોરિયા ઘણાં નિકટ હતાં, પરંતુ હવે તેવું રહ્યું નથી. સમય અનુસાર દરેક કાર્ય બદલાતા રહે છે. ઉત્તર કોરિયા પાસે નાણાકીય અને ટેકનિકલ સાધનો ક્યાંથી આવે છે કે જેથી હાઈડ્રાેજન બોમ્બ બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છેં કારણ કે આ તમામ ટેકનિકલ બાબતો વિપુલ માત્રામાં મૂડી રોકાણ-કુશળ માનવશિક્ત અને તેને લગતી કિંમતી કાચી સામગ્રી માગી લેતો મુદ્દાે છે. આ કાર્ય સરળ નથી અને તેમાં પ્રત્યેક સ્તરે અનેક વિધ્ન તેમ જ અડચણ આવતા હોય છે. ઉત્તર કોરિયાને-દક્ષિણ કોરિયા સાથે જૂની દુશ્મનાવટ છે, પરંતુ તેવી બાબતોને હવે જૂની ગણવાની જરુર છે. કારણ કે બંને વચ્ચે દુશ્મની કરાવનારાં વિદેશી પરિબળો આજે તØન અપ્રસ્તુત બની ગયાં છે. વિશ્વમાં મિત્રતા અને શત્રુતાના ધોરણ બદલાતાં રહે છે. તેમ જ તેને સંલગ્ન બાબતો પણ બદલાતી રહે છે. ઉત્તર કોરિયાનું રાજકીય નેતૃત્વ ઘણું જ અપરિપકવ છે એટલે આવી વાત ગળે ઉતારવી મુશ્કેલ છે. ચીન અને તેની આજુબાજુના વિસ્તારમાં અશાંતિ પ્રવત} રહી છે. જપાન અને ચીન વચ્ચે સમુદ્ર સીમાનો વિવાદ છે. બંને વિયેટનામ વચ્ચે ચીનને કારણે જ દુશ્મનાવટ છે. બંને કોરિયા વચ્ચેનો અણબનાવ જાણીતો છે. આવા સંજોગોમાં એક પણ નિણાર્યક અને પ્રભાવી પરિબળ નથી કે જે વિશ્વશાંતિમાં યોગદાન આપીને તનાવ આેછો થાય તેની ભૂમિકા તૈયાર કરી શકે.
ચીન દ્વારા જો ઉત્તર કોરિયાને ટેકો આપવાનું ચાલુ રહેશે તો તે બાબત દૂધ પાઈને સાપ ઉછેરવા જેવી પુરવાર થવાની છે. દગો કોઈનો સગો થતો નથી તે વાત સમજાતા બહુ વાર લાગવાની નથી. ઉત્તર કોરિયાનું બહુ પોત પ્રકાશે તે અગાઉ દાબમાં લેવાની જરુર આજની પરિસ્થિતિમાં છે.

print

Comments

comments

VOTING POLL