તાપમાન 4 ડિગ્રી ગગડતા 1ર.6 ડિગ્રી સાથે નલિયા ટાઢુબાેળ

December 6, 2017 at 8:51 pm


નલિયા વલસાડ રાજ્યના સાૈથી ઠંડા સ્થળ ભુજ 1પ ડિગ્રી સાથે બીજા નંબરે

કચ્છમાં આજ સવારથી ઠંડા પવનની સાથે અમુક સમયે ઠારનાે અનુભવ પણ થઈ રહ્યાાે છે. ભુજમાં આજે લઘુત્તમ અને મહત્તમ તાપમાન ગગડâું હતું અને સવારથી સાંજ સુધી ઠંડો પવન ફુંકાતાે રહ્યાાે હતાે. નલિયામાં તાપમાન એક સાથે ચાર ડિગ્રી ગગડીને 1ર.6 ડિગ્રી થઈ ગયું હતું. આમ નલિયાએ વધુ એક દિવસ રાજ્યના સાૈી ઠંડા સ્થળનાે સીલસીલો જાળવી રાખ્યો હતાે.
ભુજમાં આજે મહત્તમ તાપમાન ર6.ર ડિગ્રી, લઘુત્તમ તાપમાન 1પ ડિગ્રી ભેજનું પ્રમાણ સવારે 68 ટકા અને સાંજે 40 ટકા હતું. જ્યારે ઉત્તર પૂર્વની દિશા સાથે પવનની સરેરાશ ઝડપ 8 કિ.મી. હતી.

આમ ભુજમાં મહત્તમ તાપમાન 0.ર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી ઘટ્યું હતું. જ્યારે પવનની ઝડપ સરેરાશ 8 કિ.મી. હતી તાે સવારથી બપાેર સુધી 10 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતાે હતાે. જ્યારે કચ્છના કાશ્મીર ગણાતા નલિયામાં આજે લઘુત્તમ તાપમાન એક સાથે 4 ડિગ્રી ગગડâું હતું અને 1ર.6 ડિગ્રીએ પહાેંચી ગયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 0.4 ડિગ્રી ઘટ્યું હતું.
અબડાસા તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી.

જ્યારે કંડલા પાેર્ટ ખાતે મહત્તમ તાપમાન રપ.પ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી હતું. તાે કંડલા એરપાેર્ટ ખાતે મહત્તમ તાપમાન રપ.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.ર ડિગ્રી નાેંધાયું હતું. આ બન્ને સ્થળે તાપમાન વધ્યું હતું.
કચ્છના તમામ ચારેય કેન્દ્રાેમાં પવનની દિશા ઉત્તર પૂર્વ કે તેના જેવી રહી હોવાના કારણે આવતા દિવસાેમાં ઠંડીનાે જોર જળવાઈ રહે તેવું હવામાન ખાતાનું અનુમાન છે.

આજે 1ર.6 ડિગ્રીના લઘુત્તમ તાપમાન સાથે નલિયાએ તેનું પ્રથમ સ્થાન જાળવી રહ્યું હતું. તાે વલસાડ પણ 1ર.6 ડિગ્રી સાથે પ્રથમ નંબર લિસ્ટમાં જોડાયું હતું. જ્યારે કચ્છનું પાટનગર ભુજ 1પ ડિગ્રી સાથે બીજા નંબરે હતું. તાે 1પ.4 ડિગ્રી સાથે સુરત ત્રીજા અને 1પ.પ ડિગ્રી સાથે ગરમીમાં મોખરે રહેવા ટેવાયેલું દિવ ચોથા સ્થાને હતું. આજે દિવસના આેછા મહત્તમ તાપમાનમાં 19 ડિગ્રી સાથે વડોદરા મોખરે હતું તાે મહત્તમ તાપમાનમાં ર6.9 ડિગ્રી સાથે વલસાડ પ્રથમ નંબરે હતું.

હવામાન ખાતાએ હજી કાલ બપાેર સુધી કોક સ્થળે હળવા ઝાપટાં પડી શકે છે. તેમ જણાવ્યું છે. તા. 8મીથી વાતાવરણ સંપુર્ણ સુકુ થઈ જશે તેવું માનવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL