તામિલનાડુમાં ‘કમલ’

February 24, 2018 at 2:10 pm


રજનીકાંત પછી હવે અભિનેતા કમલ હાસને પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી દીધી છે. મક્કલ નીધિ મૈયમ નામની પાર્ટી તેમણે સ્થાપી છે. તેનો અર્થ થાય છે જનતા ન્યાય કેન્દ્ર. કેન્દ્ર બીજા એક અર્થમાં પણ મહત્ત્વનો શબ્દ બન્યો છે. કમલ હાસને નવા રાજકીય પક્ષની સ્થાપ્ના સાથે સ્પષ્ટતા કરી કે પોતે ડાબેરી પણ નથી અને જમણેરી પણ નથી. પોતાનું રાજકારણ કેન્દ્રીય એમ તેમણે કહ્યું છે. રાજકારણની એક નવી સંસ્થા, એક નવું રાજકીય કેન્દ્ર સ્થાપતી વખતે મહેમાન તરીકે હાજર રખાયાં તે નેતા પણ ધ્યાન ખેંચતાં હતાં.

તામિલનાડુમાં કમલ હાસન તેમની નાસ્તિક તરીકેની છાપ્ને કારણે ઉદારવાદી કહેવાતા ડાબેરી તરફ ઢળશે તેવી માન્યતાને નકારી છે. ઉદારવાદી હોઉં એટલે ડાબેરી હોઉં એવું જરૂરી નથી. એ જ રીતે નાસ્તિક હોઉં એટલે ડાબેરી કે સામ્યવાદી હોઉં જરૂરી નથી તે વાત કમલ હાસન ખાસ કહેવા માગે છે. નિરિશ્વરવાદ એ અલગ ચચર્નિો વિષય છે અને કમલ હાસન તેમાં પડવા નથી માગતાં તે સ્પષ્ટ છે.
તામિલનાડુના સંદર્ભમાં આ વાત વધારે અગત્યની છે. અત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ માહોલ એવો બન્યો છે કે તમારી વિચારસરણી ડાબેરી છે કે જમણેરી અને તમે આસ્થા ધરાવો છે કે નહીં, ઉદારવાદી છો કે રાષ્ટ્રવાદી એવા ભાગલા પાડીને જ બધાંને જોવામાં આવે છે. ભારતમાં એવી જરૂર કદી રહી નથી. હિન્દુ અથવા તો કહો કે ભારતની પરંપરામાં નિરિશ્વરવાદ અન્ય પંથોની સાથે ચાલતો આવ્યો છે અને તેમાં ક્યાંય કશે ઘર્ષણનો સવાલ આવતો નહોતો. તામિલનાડુમાં નિરિશ્વરવાદવાળું રાજકારણ દાયકાઓથી પ્રબળ રહ્યું છે. હકીકતમાં હિન્દુત્વના જોરવાળું ઇશ્વરવાદી રાજકીય પ્રવાહની સામે જવાબરૂપે જ દ્વવિડ રાજકારણ ઊભું થયું હતું.આ સંજોગોમાં કમલ હાસન અને થોડા મહિના પહેલાં રજનીકાંતે કરેલી જાહેરાતો અગત્યની છે. બંને હવે રાજકારણમાં આવ્યાં છે ત્યારે તામિલનાડુમાં જૂની પેટર્ન ચાલશે કે એક નવીન રાજકીય કેન્દ્ર ઊભું થશે?

ટૂંકમાં તામિલનાડુના રાજકારણમાં હવે મધ્યસ્થ સ્થાને, કેન્દ્રમાં કોણ હશે તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે. કમલ હાસને જોકે એવા ઈશારા કયર્િ છે કે મોટા ભાગે ભાજપ સાથે નહીં જાય. રજનીકાંતના પક્ષનો રંગ ભગવો હશે તો તેની સાથે પોતાને નહીં ફાવે એવું પણ તેણે સ્પષ્ટ કહ્યું છે. તેની સામે રજનીકાંત મોટા ભાગે કોંગ્રેસ સાથે નહીં જાય તેવા ઈશારા કયર્િ છે. આ સંજોગોમાં કમલ હાસને કેજરીવાલને બોલાવીને જુદો જ મેસેજ આપ્યો છે. તે કદાચ વિચારસરણીની રીતે નહીં, પણ રાજકીય રીતે એક નવું વૈકલ્પિક કેન્દ્ર ઊભું કરવા માગે છે તેમ અત્યારે તો લાગે છે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *