તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર પ્રતિબંધની શીખોની માગણી

September 18, 2017 at 6:02 pm


લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિવાદમાં સપડાઈ છે. શીખ સમુદાયે સીરિયલને કારણે શીખ સમુદાયની લાગણી દુભાઈ હોવાનું કહીને વિરોધ દર્શાવીને તેના પર પ્રતિબંધની માગણી કરી નાખી છે. શિરોમણી ગુદ્રારા પ્રબંધક સમિતિ(એસજીપીસી)ના વડા કિરપાલસિંઘ બદુંગરે કહ્યું હતું કે આ સીરિયલમાં શીખ સમુદાયના ૧૦મા ગુ ગોવિંદસિંઘનું જીવતં પાત્ર દર્શાવાયું છે, જે શીખ સમુદાયના સિદ્ધાંતની વિદ્ધ છે. તેમણે કહ્યું કે કોઈ એકટર કે કોઈ પાત્ર પોતાને ગુ ગોવિંદસિંઘની સમકક્ષ ન ગણાવી શકે. આ પ્રકારનું કૃત્ય માફીને પાત્ર નથી. સીરિયલની લોકપ્રિય અભિનેત્રી બબિતા ઉર્ફે મૂનમૂન દત્તાએ કહ્યું હતું કે આ માત્ર ગેરસમજને કારણે છે. સોઢીનું પાત્ર ભજવતા ગુચરણસિંઘ પોતે ચુસ્ત શીખ છે અને તેઓ લાગણી દુભાય તેવું કોઈ વાકય બોલે જ નહીં. શૂટિંગ દરમિયાન હત્પં તેની સાથે વાતચીત કરી રહી હતી અને ત્યારે તેણે કહ્યું હતું કે ગુ ગોવિંદસિંઘજીનું પાત્ર ભજવવાની કોઈને મંજૂરી નહીં અપાય અને તે આ જ વાત બોલી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL