તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ગોગીની કાર ચોરાઈ

August 25, 2017 at 6:17 pm


તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ગોગી ઉર્ફે સમય શાહની મલાડ (વેસ્ટ)માં નહારનગરમાં જૈન દેરાસર પાસે પાર્ક કરવામાં આવેલી ઇનોવા કાર મંગળવારે મધરાતે ચોરાઈ ગઈ હતી. સમય નામ ધરાવતી યુનિક નંબરની આ ઇનોવા કારમાં સમય શાહનાં શૂટિંગનાં અને રેગ્યુલર કપડાં તેમ જ ગોગલ્સ, શૂઝ જેવી અનેક મહત્વની વસ્તુઓ હતી. ત્રણ-ચાર કલાકના પાર્કિંગમાં કાર ચોરાવાની ઘટના બની હતી. પયુર્ષણના પાંચમા દિવસે મહાવીરસ્વામીના જન્મવાંચનનું પર્વ ઊજવી ઘોડિયાને સમય શાહની કારમાં મલાડથી વિલે પાર્લે લઈ જવામાં આવ્યું અને મોડી રાતે પાછા ફયર્િ બાદ નિયમિત પાર્કિંગને બદલે અન્ય જગ્યાએ કાર પાર્ક કરતાં ગણતરીના કલાકમાં કાર ચોરાઈ હતી. મંગળવારે રાતે અમારી કારમાં ભગવાનને સવારી કરાવવામાં આવી. પ્રભુ બેઠા એનો અનેરો હરખ સમાતો નહોતો એમ જણાવીને ગોગી ઉર્ફે સમયની મમ્મી નીમા શાહે મિડ-ડેને કહ્યું હતું કે એ જ રાતે અમારી ઇનોવા કાર ચોરાઈ. પયુર્ષણ ચાલી રહ્યાં હોવાથી મલાડ (વેસ્ટ)માં દેરાસર પાસે પાર્ક કરેલી કાર ખસેડવામાં આવશે તો પાર્કિંગ પાછું નહીં મળે એ ભયે ચાર દિવસ સુધી એક જગ્યાએ કાર રહેવા દીધી. મંગળવારે મહાવીરસ્વામીનું જન્મવાંચન થયા બાદ ઘોડિયાને વિલે પાર્લેમાં રહેતી મારી ફ્રેન્ડના ઘરે પધરાવવાનું કાર્ય મને મળ્યું હતું. અમે મંડળની ચાર-પાંચ મહિલાઓ હતી એથી સમયની ઇનોવા કાર લઈ જવામાં આવી હતી. રાતે 12 વાગ્યે અમે વિલે પાર્લે ગયાં અને અંદાજે બે વાગ્યે પાછા ફર્યાં હતાં. જોકે અમારી પહેલાંની પાર્કિંગની જગ્યા જતી રહી હોવાથી કાર બીજે પાર્ક કરવામાં આવી. સવારે સાત વાગ્યે અમારો ડ્રાઇવર ચાવી લઈને ગયો અને જગ્યા પર કાર ન હોવાની જાણ કરી. અમે દરેક જગ્યાએ તપાસ કરી, પણ કોઈને કાર વિશે જાણકારી નહોતી.

print

Comments

comments

VOTING POLL