તાલાલાના ચિત્રોડ ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને સાત વર્ષની કેદ

September 13, 2017 at 12:49 pm


તાલાલા તાલુકાના ચિત્રોડ ગામની સગીરાને આજથી અઢી વર્ષ પહેલા તે જ ગામનો યુવાન બદકામ કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી અપહરણ કરી અનેકવાર ઇચ્છા વિરૂઘ્ઘ બળાત્કાર કયર્નિો બનાવ બનેલ હતો. આ કેસ વેરાવળની સ્પે. (પોકસો) કોર્ટે માં ચાલી જતા આરોપીને દોષીત ઠેરવી સાત વર્ષની કેદની સજાનો હુકમ કરેલ છે.

આ કેસની પ્રાપ્ત માહિતી મુજબ તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે રહેતો જેન્તી રમેશભાઇ મકવાણા ઉ.વ.22 એ તે જ ગામની સગીરાને ગત તા.9-3-2015 ના રોજ લલચાવી-ફોસલાવી અપહરણ કરી જઇ જેતપુર તાલુકાના મોણપર ગામે સગીરાની ઇચ્છા વિરૂઘ્ઘ અનેકવાર બળાત્કાર કરેલ હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ તાલાલા પોલીસમાં જેન્તી સામે ફરીયાદ નોંઘાવતા પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતુ. આ કેસની સુનવણી દરમ્યાન સરકારી વકીલ કે.પી.પંડયા એ પંચ, તબીબ, પોલીસ, ફરીયાદી સહિત 16 સાહેદોને બોલાવી મુખજુબાનીઓ લીઘી હતી તેમજ 40 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરી દલીલો કરતા આ દલીલોને ઘ્યાને લઇ સ્પે. (પોકસો) જજ બી.એસ.પરમાર એ આરોપી જેન્તી મકવાણાને ઇ.પી.કો. તથા બાળકોને જાતીય રક્ષણના અઘિનિયમની કલમો હેઠળ સાત વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.છ હજારનો દંડ અને દંડ ન ભરે તો વઘુ છ માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કરેલ છે. આ બનાવમાં અન્ય આરોપી નિતીન મકવાણાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ હોવાનું યાદીમાં જણાવેલ છે.

print

Comments

comments

VOTING POLL