તિબ્બતી ધર્મગુરુ દલાઈ લામાની અરૂણાચલ મુલાકાતની તૈયારીઓને આખરી ઓપ

April 4, 2017 at 2:48 pm


અરૂણાચલ પ્રદેશના તવાન્ગમાં હાલમાં દલાઈ લામાની મુલાકાતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. બજારો અને અનેક વિસ્તારોમાં અનેરી રોનક દેખાઈ રહી છે.

તિબ્બતી ધર્મગુરુ દલાઈ લામા આજથી અરૂણાચલ પ્રદેશના પ્રવાસ પર છે. તે 4 એપ્રિલથી 13 એપ્રિલ સુધી અરૂણાચલમાં રહેનાર છે. તે દરમિયાન ઘણા સ્થાનો પર જશે. દલાઈ લામાની આ યાત્રા પુરી રીતે ધાર્મિક છે.

આજ તે લુમલામાં એક નવા તારા મંદિરમાં અભિષેક કરશે અને તેના પછી રાજધાની ર્ઈટાનગર સહિત બે અન્ય જગ્યાઓ પર શિક્ષા અને ઉપદેશ આપશે. દલાઈ લામા અહીં 5-7 એપ્રિલની વચ્ચે તવાંગમાં રહેનાર છે. લ્હાસા પછી તવાંગ મઠ ભારત માટે ઘણો મહત્વપૂર્ણ છે.

દલાઈ લામા અહીં નવા મંદિરોની સ્થાપના કરનાર છે અને દીક્ષા સમારોહને પણ આયોજીત કરવાના છે. દલાઈ લામાના અરૂણાચલ પ્રવાસના કારણે ચીનની નારાજગી વધતી જાય છે. અને તે અવાર નવાર ધમકીઓ આપતું આવ્યું છે કે જો ભારત દલાઈ લામાને અરૂણાચલ પ્રદેશની યાત્રા કરવાની મંજૂરી આપી તો, ભારત અને ચીન વચ્ચે દ્ધપક્ષિય સંબંધો ખરાબ થઈ શકે છે.

print

Comments

comments

VOTING POLL