તું નહી તો તારી દિકરી… કામાંધ બનેલા સાવકા બાપએ સગીર પુત્રીનું બાવડું ઝાલ્યું

July 13, 2018 at 3:31 pm


મહુવામાં આજે વહેલી સવારે પત્નીએ શરીર સુખનો ઇન્કાર કરતા પતિએ સાવકી પુત્રીને બાથરૂમ સુધી ઢસડી ઃ પોલીસે આરોપીને ઝડપી લીધો

કળિયુગ જાણે કે હવે ચરમસીમાએ પહાેંચવા આવ્યો હોય તેવા બનાવો બની રહ્યા છે. માણસનો અસંતોષ, વેરવૃિત્ત અને વાસના સતત વધી રહ્યા છે અને જેના કારણે કલ્પના પણ ન કરી શકાય તેવા બનાવો જોવા-સાંભળવા મળે છે. આવી જ એક ઘટનામાં મહુવા શહેરમાં પત્નીએ શારિરીક સુખનો ઇન્કાર કરતા કામાંધ બનેલા પતિએ પોતાની સાવકી પુત્રી સાથે બદકામ કરવાની કોશિશ કર્યાની ફરીયાદ મહુવા પોલીસ મથકમાં નાેંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઇ લોકઅપ હવાલે કર્યો હતો.
મહુવા પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ મહુવા શહેરની ભારત સોસાયટીમાં રહેતા સંજય મગનભાઇ અમરેલીયા (ઉ.વ.આર.43)ના એ આજે વહેલી સવારે પોતાની પત્ની પાસે શારિરીક સુખની માંગણી કરતા પત્નીએ ઇન્કાર કરતા કામાંધ બનેલા અને ઉશ્કેરાયેલા સંજય અમરેલીયાએ પોતાની સાવકી સગીર વયની દિકરીનું બાવડુ પકડી પત્નીને ગાળો આપી ‘તુ નહી તો તારી પુત્રી’ તેમ કહી તેની સાથે બદકામ કરવાના ઇરાદાથી જબરદસ્તીથી બાથરૂમ તરફ ઢસડી જવાની કોશિશ કરતા પત્નીએ રાડારાડી કરતા પતિ સંજય અમરેલીયા નાસી છુટéાે હતો.
આ અંગે પત્નીએ નાેંધાવેલી ફરીયાદના આધારે પોલીસે ગણતરીના સમયમાં જ સંજય મગનભાઇ અમરેલીયાને ઝડપી લઇ લોકઅપ હવાલે કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL