તેલંગાણામાં કોંગ્રેસ, ટીડીપી અને લેફ્ટે બનાવ્યું ગઠબંધન, રાષ્ટ્રપતિ શાસનની માગણી

September 12, 2018 at 10:54 am


કોંગ્રેસ, ટીડીપી અને લેફ્ટે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી સાથે લડવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય પાર્ટીના નેતાઓએ સોમવારે કરેલી એક બેઠક પછી રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હ સાથે મુલાકાત કરી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી હતી. તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પ્રમુખ અને કાર્યવાહક મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ થોડા દિવસ પહેલાં વિધાનસભા ભંગ કરી દીધી હતી. એવું માનવામાં આવે છે કે, રાજ્યમાં ડિસેમ્બર સુધીમાં ચૂંટણી થશે.
કોંગ્રેસ, ટીડીપી અને લેફ્ટ નેતાઓનું કહેવું છે કે, ચંદ્રશેખર રાવ રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી છે. આ સંજોગોમાં નિષ્પક્ષ ચૂંટણી ન થઈ શકે. રાષ્ટ્રપતિ શાસન પછી જ રાજ્યમાં ચૂંટણી કરવી જોઈએ. તેલુગુ દેશમ પાર્ટીએ 35 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ રાજ્યમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે. ટીઆરએસએ વિધાનસભા ભંગ કયર્નિા થોડા સમય પછી 105 ઉમેદવારોની જાહેરાત કરી હતી.

print

Comments

comments

VOTING POLL