તેલુગુ અભિનેતામાંથી રાજનેતા બનેલા નંદમુરીનું ભયંકર કાર અકસ્માતમાં મોત

August 29, 2018 at 11:11 am


આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામા રાવના દીકરા નંદમુરી હરિકૃષ્ણાનું આજે તેલંગાણામાં રોડ અકસ્માતમાં નિધન થયું છે. 62 વર્ષના એન હરિકૃષ્ણા પૂર્વ સાંસદ અને એકટર રહી ચૂકયા હતા. તેઆે આંધ્રપ્રદેશના હાલના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સાળા અને સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર જુનિયર એનટીઆરના પિતા છે.

હૈદ્રાબાદથી અંદાજે 100 કિલોમીટરના અંતરે આવેલા નાલાગાેંડામાં બુધવારના રોજ વહેલી સવારે એક અકસ્માત સજાર્યો તેમાં એન.હરિકૃષ્ણાનું મોત થયું. અકસ્માતની તસવીર જોવા જ લાગે છે કે આ અકસ્માત કેટલો ભયંકર હતો.

એકટરમાંથી રાજનેતા બનેલા હરિકૃષ્ણા નેલ્લાેરમાં એક લગ્નમાં જઇ રહ્યાં હતા, જ્યાં તેમની કાર ડિવાઇડર સાથે અથડાઇ. પોલીસનું માનવું છે કે હરિકૃષ્ણા ખૂબ જ ઝડપથી કાર ચલાવી રહ્યાં હતા.

print

Comments

comments

VOTING POLL