તોગડિયાનું રાજકીય એન્કાઉન્ટર

April 16, 2018 at 7:52 pm


વિશ્વ હિન્દુ પરિષદમાં પ્રવીણ તોગડિયાનો યુગ’ પૂરો થયો છે. તેમનું રાજકીય એન્કાઉન્ટર થયું છે એમ પણ કહી શકાય આમેય તાજેતરના ઘટનાક્રમ જોતાં તોગડિયા યુગ પૂર્ણ થઇ જશે તેવું અપેક્ષિત હતું. એવું કહેવાય છે કે વીએચપીમાંથી તોગડિયાનો પ્રભાવ ખત્મ કરવા માટે જ પહેલી વખત ચૂંટણી કરાવવામાં આવી હતી. જોકે, આ પરિણામોથી અકળાયેલા તોગડિયાએ 17 એપ્રિલથી ઉપવાસ પર ઉતરી જવાની ઘોષણા કરી છે. તાજેતરમાં કેન્દ્ર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક અવસરે ટીકાને કારણે પ્રવીણ તોગડિયાથી સંઘ અને ભાજપનું ટોચનું નેતૃત્વ નારાજ ચાલી રહ્યું હતું અને તેમને હવે તેના પરિણામો તેમને ભોગવવાં પડ્યા છે. ચૂંટણીના પરિણામોથી અકળાયેલા તોગડિયા હવે ઉપવાસ પર ઉતરશે. હવે તોગડિયાએ વિહિપ છોડવાની અને 17 એપ્રિલથી ઉપવાસ પર ઉતરવાની ઘોષણા કરી છે. તોગડિયાએ કહ્યું હતું કે ભારતમાં હિન્દુઆેના રામરાજ્યની સ્થાપના, ખેડૂતોને ઋણમાફી, સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ, તમામ યુવાનોને રોજગારી, મહિલા સુરક્ષા, સીમા સુરક્ષા, અસ્પૃશ્યતા મુક્ત ભારત, મજૂરોના હિતોની રક્ષા, ઉત્તમ આરોગ્ય સેવા જેવા મુદ્દે તેઆે વિહિપના તમામ કાર્યક્તાઆેની સાથે કામે લાગી જશે..
વીએચપીના બંધારણ મુજબ આંતરરાષ્ટ્રીય પ્રમુખ જ કાર્યકારી પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રીઆેની નિમણૂક કરે છે. ઉલ્લેખનીય છે કે વીએચપીના 54 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આંતરરાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી શનિવારે હરિયાણાના ગુરુગ્રામમાં થઇ હતી. એવું મનાય છે કે કોકજેને જવાબદારી મળ્યાના ઘણાં વખત પછી વીએચપી સંગઠનમાં પરિવર્તન જોવા મળશે. આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા દાયકાઆેથી વીએચપીના ચહેરા બની રહ્યા હતા. રાઘવ રેડ્ડીએ તેમને આ જવાબદારી સાેંપી હતી. સંગઠનની અંદરના લોકોનું કહેવું છે કે બન્ને સાથે મળીને એકબીજાનું સમર્થન કરતા રહ્યા છે અને સંગઠન પર પોતાની પકડ મજબૂત બનાવી રાખી હતી. હવે નવું નેતૃત્વ હિન્દુ સંગઠન માટે કેવું કાર્ય કરે છે તે જોવાનું રહે છે.

print

Comments

comments

VOTING POLL