ત્યકતાએ સાથે રહેવાની ના કહેતા નામચીન શખસનો છરી વડે હુમલો.

July 11, 2018 at 3:37 pm


શહેરના સામાકાંઠે ચુનારાવાડમાં રહેતી ત્યકતાને બળજબરી સાથે રાખવા બાબતે નામચીન શખસે છરી વડે હુમલો કરી મહિલાના હાથમાં ઈજા કરતા ફરિયાદ નાેંધાઈ છે.

બનાવ અંગેની થોરાળા પોલીસમાંથી મળતી માહિતી મુજબ ચુનારાવાડ ચોક પાસે રહેતી મંજુબેન મેઘજીભાઈ બરવાળિયા ઉ.વ.32 નામની કોળી મહિલાએ ફરિયાદ નાેંધાવી છે કે, ચુનારાવાડમાં ડાભી હોટલવાળી શેરીમાં રહેતો નામચીન લખન બચુ માલાણી નામના શખસનું નામ આપ્યું છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે તેની માસીની દીકરી રેખા સાથે રિક્ષામાં બેસીને જતી હતી ત્યારે ભાવનગર રોડ પર આવેલ આરએમસી આેફિસના ગેઈટ સામે પહાેંચતા નામચીન લખન બચુ માલાણી નામનો શખસ પાછળ આવી રિક્ષા રોકાવી રેખાને લખન સાથે રહેવાનું કહેતા રેખાએ સાથે જવાની ના કહેતા ઉશ્કેરાયેલા નામચીન લખન માલાણીએ રેખાને ગાળો આપી છરી વડે હુમલો કરી પગમાં અને હાથમાં ઈજા કરી નાસી જતાં સારવારમાં ખસેડવામાં આવી છે. બનાવના પગલે થોરાળા પોલીસે નામચીન શખસ વિરૂધ્ધ ફરિયાદ નાેંધી શોધખોળ આદરી છે.

print

Comments

comments

VOTING POLL