ત્રગડી તા. માંડવી વિસ્તારમાં ચેરિયાના નાશનું કાવત્રું ઃ તંત્ર ઉંઘમાં

January 9, 2017 at 8:53 pm


પ્રદૂષણ નિયંત્રણ બાેર્ડએ ત્રગડી પાસેના દરીયામાં પર્યાવરણને થતું નુકસાન અટકાવવા કોઈ પગલાં લીધા નથી

માંડવી તાલુકાના ત્રગડીના દરિયા કિનારે ઢીંગલી ક્રીકમાં ઉગેલા હજારો એકરમાં ચેરિયાનું નિકંદન કઢાઈ રહ્યું છે.

સાેલ્ટ વર્કસ દ્વારા ક્રીકના છેડાથી 3 કિ.મી. સુધી ખોદકામ કરી માટીના પારા વડે પુરવામાં આવી રહ્યું છે. સમગ્ર બાબતે વિગતવાર ફરીયાદ નવીનાળના સરપંચે કલેક્ટરને કરેલ છે.

ચેરીયાના નિકંદનની વાત મુન્દ્રા-માંડવી તાલુકામાં કે અબડાસા, લખપત તાલુકાના દરીયા માટે નવી નથી. અવાર-નવાર ચેરીયાના રક્ષણ માટે જાગૃત નાગરીકો રજુઆત કરી રહ્યાા છે. પણ તંત્ર હોય કે નિકંદન કાઢનાર કંપનીઆે હોય તેમની પ્રવૃતિઆે અટકી નથી. અને ચેરિયાનાે નાશ થતાે રહેછે.

તાજેતરમાં ત્રગડી દરિયા કાંઠે ક્રીકનું પુરાણ થઈ રહ્યું છે. તેવા સમાચાર બાદ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બાેર્ડ દ્વારા કોઈ સંજ્ઞાન લઈ પર્યાવરણને બચાવવા કોઈ કામગીરી થઈ હોવાનું બહાર આવ્યું નથી.

ભુજમાં આવેલ રીઝ્યુનલ આેફિસમાં બેસતા અધિકારીઆે દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. કોસ્ટલ રેગ્યુલેશન એક્ટ હેઠળ સમગ્ર બાબતે કાર્યવાહી થઈ શકે છે. પણ ખરેખર બાેર્ડ પર્યાવરણની ચિંતા કરતું હોત તાે સમગ્ર સમાચારોમાંથી સંજ્ઞાન લઈ કાર્યવાહી કરી શક્યું હોત. પણ આવી કામગીરી સરકારી તંત્ર શા માટે કરે?
સરકારી તંત્ર પાસે બચાવ માટે અનેક કારણો છે. વતુૅળોએ જણાવ્યું કે, સીધા પગલાં લેવાનાે કોઈ અધિકાર નથી પણ બનાવને સંજ્ઞાનમાં લઈ રીપાેર્ટ કરી શકાય તે કરાયો નથી.

કોસ્ટલ રેગ્યુલેશન એક્ટનાે ભંગ થાય તાે તે જોવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટની અધ્યક્ષતાવાળી કમિટિ હોય છે. કચ્છ જિલ્લામાં આવી કમિટિની પુનઃ રચના 1મે ર01પના કરવામાં આવી છે. જેમાં જિલ્લા મેજીસ્ટ્રેટ ચેરમેન હોય છે. સÇય તરીકે નાયબ વન સંરક્ષક, જિલ્લા નગર નિયોજન અધિકારી, મેરીટાઈમ બાેર્ડના પાેર્ટ આેફિસર, આસીસ્ટન્ટ ડાયરેક્ટર આેફ ફીસરીસ, ચીફ આેફિસર માંડવી, ગાંધીધામ, ભચાઉ, અંજાર નગરપાલિકા અને સÇય સચિવ તરીકે પ્રાદેશિક અધિકારી પાેલ્યુશન કન્ટ્રાેલ બાેર્ડ રહે છે. આ કમિટિનું ગઠન થયું છે. પણ મિટિંગ મળી નથી.

જ્યારે આ મિટિંગ મળશે તેમાં ત્રગડીના દરિયાની ચર્ચા થશે, રીપાેર્ટ બનશે તે રીપાેર્ટ સ્ટેટ લેવલ થાય તે હુકમ કરે પછી ભુજની પ્રદૂષણ નિયંત્રણ બાેર્ડની કચેરી કામ કરે આ બધી બાબતાેમાં મહિનાઆે જાય ત્યાં સુધી આ કચેરી જો સંજ્ઞાન ન લે તાે પર્યાવરણને જે નુકસાન થવાનું હોય તે થઈ જાય છે પછી નુકસાન કરતા ઉદ્યાેગ ઉપર દંડ ફટકારાય કાર્યવાહી થાય પણ જે નુકસાન થયું તે પાછું આવી શકતું નથી આ છે જેમના શીરે પર્યાવરણ બચાવવાની જવાબદારી છે. તે કચેરીની કાર્ય પદ્ધતિ કોણ બચાવશે કચ્છના પર્યાવરણને? તેનાે કોઈ જવાબ નથી.

print

Comments

comments

VOTING POLL