ત્રણ તલાક પર હવે કાયદાપંચ પોતાનો મત નહીં આપે

December 7, 2017 at 11:57 am


એક દેશ એક કાનૂનન એટલે કે સમાન નાગરિક સંહિતામાં સૌથી વધુ ચર્ચિત રહેલો ટ્રીપલ તલાકનો મુદ્દો હવે કાયદાપંચના મતનો હિસ્સો નહીં ગણાય કેમ કે તેના પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જો કે સમાન નાગરિક સંહિતા પર સમગ્ર કાયદાની ભલામણ સંભવ ન થઈ તો કાયદા પંચ પર્સનલ લોમાં સંશોધનનું સુચન આપી શકે છે જેથી લિંગ આધારિત ન્યાય સુનિશ્ર્ચિત થઈ શકે અને સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ન થાય. આ વાત કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ બી.એસ.ચૌહાણે કહી હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સમાન નાગરિક સંહિતા પર કાયદાપંચને રિપોર્ટ આપવા કહ્યું છે. જસ્ટિસ ચૌહાણે જણાવ્યું કે સમાન નાગરિક સંહિતા બંધારણીય વ્યવસ્થા છે. બંધારણના દાયરામાં વિચાર કરી પંચ આ અંગે રિપોર્ટ આપશે. જો કે સમાન નાગરિક સંહિતા પર સમગ્ર કાયદો સંભવ ન થયો તો આયોગ વિવિધ સમુદાયોના પર્સનલ લો જેમ કે લગ્ન, લગ્નવિચ્છેદ, ઉત્તરાધિકાર વગેરે સંબંધિત કાયદાઓમાં સંશોધનનું સુચન આપી શકે છે. આમ તો બહવિવાહ માત્ર મુસ્લિમોમાં જ નથી. હિન્દુઓમાં પણ અનેક જનજાતિઓમાં આ પ્રથા પ્રચલિત છે.
પારસી કાયદામાં તલાકનો મુદ્દો પણ કદાચ પંચની ભલામણનો હિસ્સો ન બને કેમ કે આ મુદ્દો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. પારસી કાયદામાં તલાકની પ્રક્રિયા જટિલ છે. માત્ર હાઈકોર્ટ જ તલાક આપી શકે છે. વિચાર કરતી વેળાએ વિવિધ વર્ગોને બંધારણના શેડયુલ 6 અને કલમ 371એ અને (2) તથા 371 (આઈ)માં મળેલી છૂટનું ધ્યાન રાખવામાં આવશે. આ જોગવાઈ ઉત્તર-પૂર્વી રાજ્યો અંગે છે.
સમાન નાગરિક સંહિતા પર 1 સવાલોની પ્રશ્ર્નાવલીને અંદાજે 50 હજાર સુચનો મળ્યા છે તેમાં 40 હજાર સુચન તો માત્ર ત્રણ તલાક પર છે. જો કે પંચ હવે આ અંગે વિચાર નહીં કરે.

print

Comments

comments

VOTING POLL