ત્રીજા મોરચાનું ભવિષ્ય કેટલુંં

April 12, 2018 at 8:04 pm


હજુ વર્ષ 2018ની કણાર્ટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી બાકી છે ત્યારે વર્ષ 2019ની દેશની સંસદીય ચૂંટણી હવે વિપક્ષોને દેખાઇ રહેલી છે અને દેશમાં ત્રીજા મોરચાની તથા તેના નેતૃત્વ બાબતોની ચર્ચાઆે ચાલુ થયેલ છે. સાથો સાથ ત્રીજા મોરચાના ભવિષ્યની ચર્ચા પણ થવા લાગી છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રબળ નેતૃત્વ દ્વારા દેશનું નામ આજે વિશ્વમાં ગાજતું થયું છે ત્યારે આ પ્રગતિ કાેંગ્રેસ સહિતના પ્રાંતીય વિપક્ષોને આંખના કણાની જેમ ખૂંચે છે તેથી માત્ર ચાર રાજ્યોની સત્તા સંભાળનાર કાેંગ્રેસ દ્વારા જેની દેશના 21 રાજ્યોમાં સત્તા છે તેવા ભાજપને ભાજપ મુક્ત ભારતની અને પાંડવ-કૌરવની ખોટી ચર્ચાઆે કરાય છે.મોટા ભાગના પ્રાંતીય પક્ષોવાળો દેશ આજે સબળ વિરોધપક્ષવિહીન છે જેના મૂળમાં નેતાગીરીની હોડ, વડાપ્રધાન બનવાની સ્પર્ધા, ઢાેંગી બિનસંપ્રદાયિકતા તથા નરેન્દ્ર મોદીની તથા વિશ્વના એકમાત્ર મોટા સ્વૈિચ્છક અને સેવાકીય સંગઠન આર.એસ.એસ. સામેની સતત નકારાત્મકતા જ જવાબદાર છે જેની નાેંધ કાેંગ્રેસ તથા દેશના અન્ય પ્રાંતીય પક્ષોએ લેવાની જરુર છે. દેશના વિપક્ષોના મોરચના જે નેતા થાય તે ભાવિ વડા પ્રધાન બને તે કાેંગ્રેસ પક્ષને મંજૂર નથી. કાેંગ્રેસ માને છે કે ભલે મમતા બેનરજી વિપક્ષનું નેતૃત્વ લે પણ વડાપ્રધાન તો રાહુલ ગાંધી જ બનશે. તાજેતરમાં શરદ પવારનું નામ વડાપ્રધાન તરીકે કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ખાનગી મીટિંગમાં સૂચવેલ એવું બહાર આવ્યું.છેભૂતકાળમાં દેશે આઇ. કે.ગુજરાલ, દેવેગૌડા અને ચંદ્રશેખરના વડાપ્રધાનપદના સમયે ત્રીજા મોરચાની સરકારો જોયેલ હતી. પરંતુ તે અલ્પજીવી નિવડી હતી. આજે વિપક્ષો (પ્રાંતીય પક્ષો) ની સ્થિતિ પહેલા કરતા બહુ સારી નથી અને શાસક પક્ષની સ્થિતિ પહેલા જેવી નબળી પણ નથી એ કડવા સત્ય જેવી હકીકત છે.

print

Comments

comments

VOTING POLL