થર્ડ પાર્ટી વીમો ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે જ છે, ટ્રક-બસ માટે નહી

January 11, 2019 at 11:18 am


કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને થર્ડ પાર્ટી વીમા માટે નવા નિયમ ટ્રક, બસ અને અન્ય વ્યવસાયિક વાહનો પર લાગુ નહી કરવા સંબંધી એડવાઈઝરી જારી કરી છે. આરટીઆે અને હાઈ-વે પોલીસ થર્ડ પાર્ટી વીમાના નામે વ્યવસાયિક વાહન માલિકોને પરેશાન કરી રહ્યાની ફરિયાદો બાદ આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 20 જૂલાઈ-2018માં નવા વાહનો (ફોર-વ્હીલ અને ટુ-વ્હીલ) પર થર્ડ પાર્ટી ઈºસ્યોરન્સ મામલામાં ચુકાદો આપ્યો હતો. તેમાં ટુ-વ્હીલર વાહનને પાંચ વર્ષ અને ફોર-વ્હીલર વાહને ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી ઈºસ્યોરન્સ કરાવવો અનિવાર્ય બનાવાયો હતો પરંતુ રાજ્યોના આરટીઆે અને હાઈ-વે પોલીસ બસ-ટ્રક અને નિમાર્ણ કાર્યમાં લાગેલા વાહનો ઉપર આ જ નિયમ લાગુ કરી દીધો હતો. સડક પરિવહન મંત્રાલયને આ પ્રકારની અનેક ફરિયાદો મળી રહી છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટનો થર્ડ પાર્ટી ઈºસ્યોરન્સ સંબંધી નિર્ણય માત્ર નવી કાર, ટુ-વ્હીલર અને ટેક્સી ઉપર લાગુ છે. તેમાં બસ-ટ્રક અને અન્ય વ્યવસાયિક વાહનોમાં આ ચુકાદો લાગુ પડતો નથી. સડક પરિવહન નિષ્ણાત એસ.પી.સિંહે કહ્યું કે નવા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહન ખરીદયા બાદ આગલી વખતે વાહનોનો ઈºસ્યોરન્સ દર વર્ષે કરાવી શકાશે.

print

Comments

comments

VOTING POLL