થલાઈવાઃ હવે ધોની તામિલમાં કરશે વાત

August 6, 2018 at 7:40 pm


ટીમ ઇન્ડિયા હાલ ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. બીજી તરફ ટીમનો પૂર્વ સુકાની એમએસ ધોની હાલ આરામના મૂડમાં છે. ધોની આ બ્રેક દરમિયાન પોતાના પ્રશંસકોને મળી રહ્યાે છે. ધોની તિરુનેલવેલી પહાેંચ્યો હતો, જ્યાં તામિલનાડુ પ્રીમિયર લીગ ચાલી રહી છે. ધોની મદુરે પેન્થર્સ અને કોવઇ કિંગ્સ વચ્ચેના મુકાબલા દરમિયાન સ્ટેડિયમ પહાેંચ્યો હતો અને ટોસ પણ કરાવ્યો હતો. ધોની અચાનક સ્ટેડિયમમાં આવતા પ્રશંસકો આશ્ચર્યચકિત થયા હતા. ધોનીએ ટોસ દરમિયાન પ્રશંસકોને સંબોધિત પણ કર્યા હતા. ધોનીએ પ્રશંસકોને વાયદો કર્યો છે કે તે જલ્દી તમિલ શીખશે. ટોસ દરમિયાન વાત કરતા ધોનીએ શરુઆતમાં થોડી તમિલમાં વાત કરી હતી. આ દરમિયાન ધોનીએ કહ્યું હતું કે હું જ્યારે પણ આઈપીએલમાં રમું છું તે સમયે તમિલ શીખું છું. મેં ફરી એક વખત તમિલ શિખવાનું શરુ કરી દીધું છે. મને આશા છે કે આગામી આઈપીએલની સિઝનમાં થોડી-ઘણી તમિલ શીખી જઈશ.
ધોની 3 આેગસ્ટના રોજ ચેન્નાઈ પહાેંચ્યો તો તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોનીનો ચેન્નાઈ સાથે ગજબનો નાતો છે. ધોની રાંચી પછી ચેન્નાઈને જ પોતાનું બીજુ ઘર માને છે. આઈપીએલની શરુઆત સાથે જ ધોની અને ચેન્નાઈનો સંબંધ જોડાઈ ગયો હતો. ચેન્નાઈ સુપરકિંગ્સે ધોનીને સુકાની બનાવ્યો હતો અને તેણે ત્રણ વખત આઈપીએલ ચેિમ્પયન બનાવી હતી. બે વર્ષના પ્રતિબંધ પછી ચેન્નાઈ સુપરકિંગ્સે આઈપીએલમાં વાપસી કરી હતી અને ફરી આગેવાની ધોનીને મળી હતી. ધોનીએ ચેન્નાઈના પ્રશંસકોને નિરાશ કર્યા ન હતા અને ટીમને ચેિમ્પયન બનાવી હતી.

print

Comments

comments

VOTING POLL