થાનઃ મારામારી કેસમાં મહિલા સહિત 7 આરોપીને સજા

August 28, 2018 at 12:25 pm


થાનના મોરથળા ગામે પસાર થતા વિનોદભાઇ મકવાણાને મહિલા સહિત 8 શખ્સોએ ધારીયા, લાકડી,પાઇપ અને ટામી વડે માર મારી ઇજા પહાેંચાડી હતી. આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે 7 આરોપીઆેને અલગ અલગ કલમો હેઠળ સજા ફટકારી ન્યાય તોળ્યો છે.થાનના મોરથળા પાસે તા.7-4- 14ના રોજ શાળા પાસેથી પસાર થતા વિનોદભાઇ મકવાણાએ નવઘણભાઇ દેગામાને ઠપકો આપતા કüુ હતુ કે, તું અને ગીધાભાઇ કેમ મારા બાપા પાછળ થયા હતા. આ બાબતનું મનદુઃખ રાખી મહિલા સહિત 8 શખ્સોએ ધારીયા, લાકડી વડે હંમલો કરી ફરિયાદી વિનોદભાઇ મકવાણા અને સાહેદ મનસુખભાઇ મકવાણાને માર મારી ઇજા પહાેંચાડી હતી. આઅંગેનો કેસ થાન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ડી.એ.બ્રûભટ્ટની દલીલોને આધારે જજ જી.એસ. દરજીએ મહિલા સહિત 7 આરોપીને તકસીરવાન ઠેરવ્યા હતા. જેમાં મુખ્યઆરોપી નવઘણભાઇ વેરશીભાઇ દેગામાને 3 વર્ષની સજા અને રુપિયા 5 હજારનો દંડ કરાયો છે. જયારે છગનભાઇ દેત્રોજા અને ગોપાલભાઇ દેગામાને એક વર્ષ, મનીશભાઇ દેત્રોજા અને નાનજીભાઇ દેગામાને 6 માસ તથા ગીધાભાઇ મકવાણાને3 માસની સજા ફટકારાઇ છે. આ ઉપરાંત મહિલા આરોપી વસંતબેન દેગામાને 500નો દંડ કરાયો છે.

print

Comments

comments

VOTING POLL