થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરી પીઆઈ ગડુએ ચાર્જ સંભાળતા ગુનેગારોમાં ફફડાટ

June 13, 2018 at 4:01 pm


રાજકોટ શહેરમાં જાણે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યાે હોય તેમ છેલ્લા ઘણા સમયથી શહેરમાં સરાજાહેર મારામારી, લૂંટ, ચોરી, હત્યા, જીવલેણ હુમલા અને પત્રકારો પર હુમલા કરવાના બનાવો સહિતના બનાવો બનતા અને તેમાં પણ શહેરના સામાકાંઠાના વિસ્તારોમાં વધુ ગુનાઆે બનતા શહેર પોલીસ કમિશનરે ગુનેગારો અને લુખ્ખાઆેને નાથવા થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરીવાર પીઆઈ એસ.એન.ગડુનું પોસ્ટીગ કર્યુ છે ગઈકાલે સાંજે પીઆઈ એસ.એન.ગડુએ થોરાળા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા જ ગુનેગારોને ખબર પડતાની સાથે ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે.

શહેરના સામાકાંઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખાઆે, આવારા તત્વો અને ગુનેગારો બેફામ બન્યા હોય તેમ સરાજાહેર ગુના આચરી નાસી જતાં હોય અને જાણે પોલીસનો ગુનેગારોને કોઈ ડર ન હોય તેમ ગુનાકોરીને બેફામ બનાવી હતી ત્યારે વિસ્તારવાસીઆેમાં ફરીવાર થોરાળા પોલીસ સ્ટેશનમાં જાબાઝ અધિકારીની માગ ઉભી થઈ હતી.

થોરાળા વિસ્તારમાં સરાજાહેર મારામારી અને પત્રકાર પર હુમલાની ઘટનાઆે બનતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો પરંતુ ગઈકાલે સાંજે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે એસ.એન.ગડુને ફરિવાર ચાર્જ શોપતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. જયારે પીઆઈ ગડુએ થોરાળાનો ચાર્જ સંભાળ્યાની વાત વિસ્તારમાં પ્રસરી જતાં ગુનેગારો, લુખ્ખાઆે અને આવારા તત્વોમાં ફફડાટ મચી ગયો જોવા મળતો હતો.

print

Comments

comments

VOTING POLL