‘દંગલ’ બોક્સ ઓફિસ પર હિટ: સૌથી વધુ વકરો કરનારી ફિલ્મ બની

January 10, 2017 at 10:34 am


ફિલ્મના પડદે કુસ્તીને સુપરહિટ બનાવનારી આમિર ખાનની ‘દંગલ’એ બોકસ આેફિસના તમામ રેકોર્ડને ચિત કરી દીધા છે. ભૂતપૂર્વ કુસ્તીબાજ મહાવીર સિંઘ ફોગાટ અને તેમની પુત્રીઆે ગીતા અને બબિતાની આ રસપ્રદ ‘સ્ટોરી’ બોકીસઆેફિસ પર અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ બની છે.

ડિઝની ઈન્ડિયા દ્વારા નિમિર્ત અને 23 ડિસેમ્બરે રજૂ થયેલી ‘દંગલ’ને 8 જાન્યુઆરી સુધીમાં રૂા.345.31 કરોડનો વકરો થયો છે. જે આમિર ખાનની અગાઉની ફિલ્મ પીકેના રૂા.340.8 કરોડના કુલ કલેકશન કરતાં વધારે છે. અમિરખાને જણાવ્યું હતું કે, ‘દંગલને મળેલા પ્રેમથી હું ગદગદિત છું. એક ક્રિએટિવ વ્યિક્તને વધુ સારું ઈનામ ન મળી શકે’ ઉલ્લેખનીય છે કે, પ્રથમ વીક-એન્ડમાં ‘દંગલ’નું કલેકશન રૂા.107.01 કરોડ અને રિલીઝના પ્રથમ સપ્તાહે રૂા.197.55 કરોડ રહ્યું હતું. માઉથ પિબ્લસિટી અને અન્ય મોટી ફિલ્મની ગેરહાજરીમાં બોકસ આેફિસ પર ફિલ્મનું જોરદાર પ્રદર્શન ચાલુ રહ્યું છે.

બીજા સપ્તાહે તેનું કલેકશન રૂા.115.96 કરોડ અને ત્રીજા સપ્તાહમાં રૂા.31.8 કરોડ નાેંધાયું હતું. ડિઝની ઈન્ડિયાનાં વાઈસ પ્રેસિડન્ટ (સ્ટુડિયોઝ) અમિ્રતા પાંડેએ જણાવ્યું હતું કે, ‘ડિઝની, આમિરખાન અને ફિલ્મના તમામ કલાકારો માટે દંગલ બહુ જ ખાસ ફિલ્મ રહી છે. આમિર સાથે અમારી આ 9મી ફિલ્મ છે અને દંગલ સાથે અમે પીકેનો અમારો જ રેકોર્ડ તોડéાે છે.’ ફિલ્મે મિલ્ટપ્લેકસમાં તો જોરદાર કમાણી કરી જ છે, સિંગલ સ્ક્રીન પર પણ તલડું કલેકશન મેળવ્યું છે.

ડિમોનેટાઈઝેશન સામે ઝઝૂમી રહેલા ફિલ્મ ઉદ્યાેગને ‘દંગલ’ મોટી રાહત આપવામાં સફળ રહી છે. બુક માય શોના ચીફ આેપરેટિંગ આેફિસર (સિનેમાઝ) આશિષ સકસેનાએ જણાવ્યું હતું કે, ‘દંગલ બોકસ આેફિસ પર સારું પ્રદર્શન કરશે તેની અમને આશા હતી, પણ આવી સફળતા અભૂતપૂર્વ છે.

ફિલ્મે ભારતના ફિલ્મ ઉદ્યાેગ પર થયેલી ડિમોનેટાઈઝેશનની અસરને દૂર કરવામાં મદદ કરી છે. ફિલ્મે વિદેશમાં રૂા.181 કરોડનો બિઝનેસ કર્યો છે. પાંડેએ જણાવ્યું હતું કે, ‘દંગલ દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મધ્ય ભારત અને દક્ષિણ ભારતનાં મહત્ત્વનાં સેન્ટર્સમાં નવા રેકોર્ડ બનાવી રહી છે. ઉત્તર અમેરિકા, આેસ્ટ્રેલિયા જેવાં બજારોમાં પણ ફિલ્મે નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે. ઉત્તર અમેરિકામાં તો દંગલ 2016માં વિદેશી ભાષાની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની છે. ઉપરાંત, તામિલ ભાષામાં તે સૌથી સારું પ્રદર્શન કરનારી હિન્દી ફિલ્મ રહી છે અને તેણે જંગલ બુકનો રેકોર્ડ તોડéાે છે’ રસપ્રદ વાત એ છે કે, આમિર ગજિની, 3 ઈડિયટ્સ અને પીકે સાથે અનુક્રમે રૂા.100 કરોડ, રૂા.200 કરોડ અને રૂા.300 કરોડ બિઝનેસની ત્રણેય સિિÙ હાંસલ કરનારો પહેલો અભિનેતા બન્યાે છે.

print

Comments

comments

VOTING POLL