દક્ષિણામુતિની સામે આવેલા બંગલામાં દોઢ લાખની ચોરી

November 14, 2017 at 2:37 pm


વણિક પરિવાર દુબઇ ફરવા ગયો હતો ઃ તસ્કરો અગાશીમાંથી પ્રવેશી હાથફેરો કરી ફરાર

શહેરના વાઘાવાડી રોડ પર દક્ષિણામુતિર્ની સામે આવેલા વણિક પરિવારના બંધ મકાનમાં તસ્કરો પાછળના ભાગેથી અગાશી વાટે અંદર પ્રવેશી કબાટમાં રહેલા અંદાજે રૂપિયા એકાદ લાખની કિંમતના દાગીના તેમજ રોકડ મળી કુલ આશરે રૂા.દોઢ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટéાની ઘટનાના પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો.
ચોરી અંગેની ઉપલબ્ધ પ્રાિથમિક વિગતોમાં વાઘાવાડી રોડ પર દક્ષિણામુતિર્ની સામે આવેલા પ્લોટ નંબર 1990ના મકાનમાં રહેતા રાજેશભાઇ પ્રેમચંદ શાહ પોતાના પરિવાર સાથે મકાન બંધ કરી દુબઇ ફરવા માટે ગયા છે દરમ્યાન અજાÎયા તસ્કરોએ રાજેશભાઇ શાહના મકાનને નિશાન બનાવી અગાશી વાટે અંદર પ્રવેશી રૂમમાં રહેલા કબાટને તોડી અંદાજે એકાદ લાખની કિંમતના દાગીના તેમજ રોકડ મળી આશરે રૂા. દોઢ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટéાની જાણ એ.ડીવીઝન પોલીસને કરાતા એ.ડીવીઝન પોલીસ કાફલાએ દોડી જઇ તપાસ તજવીજ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL